/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy.JPG-6-4.jpg)
બે મિત્રો કારમાં ઉંઘી રહ્યા હતા, મૃતક કોઈ કામ અર્થે કારમાંથી ઉતરતાં નડ્યો અકસ્માત
અમદાવાદથી મુંબઈનાં બોઈસર ખાતે કોઈ કામ અર્થે જઈ રહેલા ત્રણ મિત્રો મોડી રાત્રે અંકલેશ્વર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેવામાં નેશનલ હાઈવે ઉપર કાર ચાલક મિત્ર ખોરડ પાસે કોઈ કામ અર્થે કારમાંથી ઉતરતાં અજાણ્યા વાહનની અડફેટે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જે અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અમદાવાદનાં મણિનગર ખાતે રહેતા વિજય કાલીદાસ ગિરામની તેમનાં મિત્ર હિતેશ વાઘેલા અને એમ રાજેકુમાર એસ મણીભાઈ નાડાની સાથે મુંબઈનાં બોઈસર ખાતે કોઈક કામ હોવાથી જઈ જઈ રહ્યા હતા. હિતેશ વાઘેલાની કાર નંબર જીજે-27, એક્ષ - 4803 લઈને તારીખ 16 જૂનની શનિવારની રાત્રે નીકળ્યા હતા. તેઓ વહેલી પરોઢે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તેવામાં બે મિત્રો કારમાં પાછળની સીટ ઉપર સૂઈ ગયા હતા. જ્યારે હિતેશ વાઘેલા પોતાની કાર ચલાવની રહ્યા હતા.
ખરોડ ચોકડી પાસે પહોંચતાં ડ્રાયવર હિતેશ વાઘેલાને કંઈ કામ હોય કાર રોડ સાઈડ ઉપર કરી નીચે ઉતર્યા હતા. જોકે આ બાબતની કારમાં સૂઈગયેલા બન્ને મિત્રોને જાણ નહોતી. તેવામાં કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે નાઈટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે કારમાં સૂઈ રહેલા મિત્રોને જગાડ્યા ત્યારે ખબર પડી કે મિત્ર હિતેશ વાઘેલાનું મોત થયું છે. આ અંગેની ફરિયાદ વિજયકુમાર ગિરામનીએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.