/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-4-1.jpg)
રાત્રિ પોટ્રોલિંગ દરમિયાન પોલીસે દર્શન હોટલ પાસેથી કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
અંકલેશ્વર તાલુકા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન હોટલ દર્શન પાસેથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે કાર ચાલક શખ્સ પોલીસને ચકમો આફી ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસ ગત રાત્રિના સમયે હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હોટલ દર્શન પાસે ઈન્ડિકા કાર નંબર જીજે-06, એયુ-2725 શંકાસ્પદ જણાતા તેમાં રહેલા શખ્સોની પૂછપરછ કરી હતી. બાદમાં કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 237 જેની કિંમત રૂપિયા 37200, તેમની પાસેથી મળેલા બે મોબાઈલ કિંમત રૂપિયા 5500 અને ઈન્ડિકા કાર કિંમત રૂપિયા 1,00,000 મળી કુલ રૂપિયા 1,42,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ઝડપી પાડેલા શખ્સોની પુછપરછ કરતાં તેમની ઓળખ શૈલેષ બાબુ રાઠોડ રહે. નવા દીવા, જળકુંડ, અંકલેશ્વર અને સંજય રાજુ વસાવા રહે. બોરભાઠા કૈલાષ ટેકરી, અંકલેશ્વર હોવાનું જણાયું હતું. જ્યારે કારનો ચાલક સિરાજ ઉર્ફે સિવો વિનુ વસાવા રહે. માટીએડ, અંકલેશ્વર જે પોલીસને ચકમો આપીને ભાગી જતાં તેને વોન્ટેડ જાહેર કર્યો છે. તાલુકા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.