New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/36454273_1962330487124175_951266437803016192_n.jpg)
સંસ્થાનાં પ્રથમ પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની નિમણૂંક કરવામાં આવી
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનની સ્થાપના સહકાર મંત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. સંસ્થા પ્રથમ પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. મહિલા શશક્તિકરણ અને તેમને પગભર કરવા વિશેષ કામગીરી કરવા સહકાર મંત્રીએ આ તબક્કે હાકલ કરી હતી.
અંકલેશ્વર ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનની સ્થાપના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. જેના પ્રથમ પ્રમુખ તરીકે લાયન ગીતાબેન પટેલને પૂર્વ ડીસ્ટ્રીક ગવર્નર લાયન હેમંત પટેલે લેવડાવ્યા હતા. જ્યારે સેક્રેટરી તરીકે લાયન વૈશાલીબેન પટેલને લાયન સંજીવ ગાંધી તેમજ ટ્રેઝરર તરીકે લાયન હીનાબેન મરકાનને લાયન નિપમ શેઠ દ્વારા સપથ ગ્રહણ કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories