અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત, એકનું મોત,૧૨ને ઇજા

New Update
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત, એકનું મોત,૧૨ને ઇજા

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો,ખાનગી બસ માઉન્ટ આબુ થી સુરત તરફ જતી હતી તે દરમ્યાન બસને અકસ્માત નડ્યો હતો. 10 થી 12 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચતા અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ અને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનામાં એક મહિલા બસ નીચે દબાઈ જતાં તેનું ઘટના સ્થળેજ મોત નીપજયું હતું જ્યાં એને ક્રેન વડે બસ ઊંચકીને બહાર કાઢવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ એમ્બુલન્સ 108ને કરાતા ,4 જેટલી 108ની ગાડી દ્રારા મુસાફરોને સારવાર અર્થે નજીકના હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા,આ અકસ્માત સર્જાતા નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા વધી જતાં અંકલેશ્વર પોલીસ પણ ઘટના સ્થળે પોહચી હતી.

Latest Stories