/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/maxresdefault-36.jpg)
અંકલેશ્વરમાં અનૈતિક સંબંધોનો અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ,જે હાલમાં ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે,અને સોશ્યલ મિડીયા થકી પાંગરેલો પ્રેમ પોલીસ ચોપડે નોંધાયો હતો.
અંકલેશ્વરમાં રહેતા અને કન્સ્ટ્રકશનનો ધંધો કરતા કોન્ટ્રાકટરની પત્નીને ફેસબુક ફ્રેન્ડ સાથે પ્રેમનાં અંકુર ફૂટતા તેણીએ પોતાના પ્રેમી ની મદદ થી બોગસ ડિવોર્સ ડીડ બનાવીને બીજા લગ્ન કરી લીધા હતા,જે ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ અંબેગ્રીન સિટીમાં રહેતા શ્યામ સુંદર રામકુમાર અગ્રવાલ ઉ.વ.૫૭એ પોતાની પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી,જેમાં તેઓએ તેમની પત્ની અંજુ ઉ.વ.૪૭ હાલ રહે ૧૧૭ / ૨૭૩ ઠાડી માર્કેટ , અગ્રવાલ ફાર્મ , ઝૂલેલાલ મંદિર પાસે , માનસરોવર , જયપુર , રાજસ્થાન એ ફેસબુક નાં મિત્ર હેમરાજ હનુમાન બેરવા રહે ૧૧૭ / ૨૭૩ ઠાડી માર્કેટ , અગ્રવાલ ફાર્મ , ઝૂલેલાલ મંદિર પાસે , માનસરોવર , જયપુર , રાજસ્થાન સાથે મિત્રતાનાં સંબંધ કેળવ્યા હતા, અને જોતજોતામાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.
અંજુ અને હેમરાજે મળીને બોગસ ડિવોર્સ ડીડ બનાવીને તેમજ નોટરીનો દૂર ઉપયોગ કરીને લગ્ન કરી લીધા હતા,આ ઉપરાંત શ્યામ અગ્રવાલનાં ભત્રીજા કે જે સીએ થયા છે,તેમના આઇડીનો પણ ખોટો ઉપયોગ કર્યો હતો.
સમગ્ર ઘટના શ્યામ અગ્રવાલનાં ધ્યાનમાં આવતા તેઓએ આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,અને પોલીસે તેઓની ફરિયાદનાં આધારે ગુનો નોંધી પ્રેમી પંખીડાઓ ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.