Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિષય પર બે દિવસીય સેમિનારનો પ્રારંભ

અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિષય પર બે દિવસીય સેમિનારનો પ્રારંભ
X

અંકલેશ્વર AIA ઓડિટોરિયમ ખાતે બે દિવસીય ઇન્ડસ્ટ્રીયલ સેફટી, ઓક્યુપેશનલ હેલ્થ અને ફાયર પ્રિઝર્વેશન પ્રોટેક્શન અંગેનાં સેમિનારનો પ્રારંભ થયો છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ,અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી તથા ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ગુજરાતનાં સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ઇન્ડસ્ટ્રીયલ સેફટી, ઓક્યુપેશનલ હેલ્થ અને ફાયર પ્રિઝર્વેશન પ્રોટેક્શન અંગેનાં સેમિનાર અને પ્રદર્શનમાં જીઆઇડીસીનાં વાઇસ ચેરમેન અને એમડી ડી.થરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા,અને સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો.

આ બે દિવસીય સેમિનાર અને પ્રદર્શનમાં સુરક્ષા અને સલામતીને સંલગ્ન વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાંતો દ્વારા વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે, તથા પ્રદર્શનમાં સેફટી એન્ડ હેલ્થનાં નિષ્ણાંતો દ્વારા સલામતી, પર્યાવરણીય આધુનિક સાધનોનું પ્રદર્શન યોજવામાંઆવ્યુ છે.

આ સેમિનારમાં વિવિધ ઉદ્યોગો માંથી 400 થી પણ વધુ ડેલિગેટસ ઉપસ્થિત રહીને ઔદ્યોગિક સેફટી અંગેની મહત્વની માહિતી મેળવી હતી.

આ પ્રસંગે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ગુજરાતનાં ડી.સી.ચૌધરી, ફાયર એન્ડ સેફટીનાં તજજ્ઞ સુબ્રતો રોય, અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીઆઇડીસીનાં એમડી ડી.થરાએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે પર્યાવરણની જાળવણીની સાથે સાથે ઉદ્યોગોનો વિકાસ થાય તે જરૂરી છે અને ઉદ્યોગોનાં ગ્રોથની સાથે જ રોજગારીનાં વિકલ્પો પણ વધશે.

Next Story