અભિનેતા સુનિલ શેટ્ટીએ સુરતમાં કર્યા યોગ, સુરતીઓને આપ્યો ફિટનેશ ફંડા

New Update
અભિનેતા સુનિલ શેટ્ટીએ સુરતમાં કર્યા યોગ, સુરતીઓને આપ્યો ફિટનેશ ફંડા

મગોબ ખાતે અમેઝિયામાં સુરતમાં ઉધોગપતિઓ, શ્રેષ્ઠીઓ યોગા કરવા ઉમટી પડ્યા

સુરતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે આજે બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ હાજરી આપી હતી. તેમણે સુરતીઓ સાથે યોગ કરી પોતાની ફિટનેશનાં ફંડા શેર કર્યા હતા. યુનોએ 21મી જુનને વિશ્વ યોગ દિન જાહેર કર્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજ રોજ મોટી સંખ્યામાં મગોબ ખાતે અમેઝિયામાં સુરતમાં ઉધોગપતિઓ, શ્રેષ્ઠીઓ યોગા કરવા ઉમટી પડ્યા હતા.

અભિનેતા સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, સારા આરોગ્ય માટે યોગ ખૂબ જરૂરી છે. પોતાની ફિટનેસ માટે પણ યોગાએ ફાયદો કરાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને ફિટ રહેવાનો સંદેશો આપ્યો છે. તેનાથી આજે લોકો પોતાની સારા આરોગ્ય માટે જાગૃત બન્યા છે.