Connect Gujarat
સમાચાર

અમદાવાદ : અમદાવાદીઓ રોજનો સરેરાશ એક કરોડ રૂપિયા દંડ ભરે છે પણ માસ્કનો છે અણગમો

અમદાવાદ : અમદાવાદીઓ રોજનો સરેરાશ એક કરોડ રૂપિયા દંડ ભરે છે પણ માસ્કનો છે અણગમો
X

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ભલે ઘટી રહયાં હોય પણ માસ્ક વિના દંડાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં જ લોકો પાસેથી માસ્ક નહિ પહેરવા બદલ 5 કરોડ રૂપિયા ઉપરાંતના દંડની વસુલાત કરાય છે.

વિશ્વભરમાં જે પ્રમાણે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દેશ અને રાજ્યના લોકોને બચાવવા માટે માસ્ક માટે કડક કાયદો બનાવવામાં આવ્યો છે. ત્યારે તેનું લોકો પાલન કરે તેના માટે પોલીસ તંત્રને જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદીઓ દંડ ભરવાનું પસંદ કરે છે પણ માસ્ક પહેરવાનું હજી પસંદ કરતાં નથી. છેલ્લા પાંચ દિવસમાં 5 કરોડ રૂપિયા ઉપરાંતના દંડની વસુલાત કરવામાં આવી છે.

આ દિવસો દરમિયાન જાહેરનામા ભંગના કુલ-૨,૪૧૫, જાહેરમાં માસ્ક નપહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ ૫૯,૧૮૮ વ્યકિતઓ પાસેથી દંડની વસુલાત, કરફયુ ભંગ બદલ તથા એમ.વી. એકટ ૨૦૭ની જોગવાઇઓનાભંગ બદલ ૪,૩૮૬ વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે તેમજ જાહેરનામા ભંગ બદલ કુલ ૪,૯૮૬વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે.

Next Story