Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : જમાલપુર વિસ્તારમાં પોલીસની મદદે આવ્યાં સ્થાનિક સ્વયંસેવકો

અમદાવાદ : જમાલપુર વિસ્તારમાં પોલીસની મદદે આવ્યાં સ્થાનિક સ્વયંસેવકો
X

અમદાવાદમાં

દાણીલીમડા અને કોટ વિસ્તારમાં કરફયુનો કડકાઇથી અમલ કરાવાયા રહયો છે. મહિલાઓ માટે

આપવામાં આવેલી છુટ વેળા સોશિયલ ડીસ્ટન્સીંગનો અમલ કરાવાય રહયો છે.

અમદાવાદ

શહેરમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ મળી આવ્યાં છે તેવા કોટ અને દાણી લીમડા

વિસ્તારમાં હાલ કરફયુ નાખી દેવાયો છે. કનેકટ ગુજરાતની ટીમે જમાલપુર વિસ્તારમાં

રીયાલીટી ચેક કર્યું હતું. જમાલપુરની વાત કરવામાં આવે તો જમાલપુર એકદમ ગીચતા

ધરાવતો વિસ્તાર છે. જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે મહિલાઓને બપોરે 1 થી સાંજના 4 વાગ્યા સુધી કરફયુમાંથી મુકિત આપવામાં

આવી છે. ખરીદી દરમિયાન મહિલાઓની ભીડથી કોરોના વાયરસ વધુ ન ફેલાય તેની તકેદારી

પોલીસ રાખી રહી છે. પોલીસની સાથે સ્થાનિક સ્વયંસેવકો પણ લોકોને જરૂર વિના ઘરની

બહાર નહિ નીકળવા માટે સમજાવી રહયાં છે. જુઓ અમારા સંવાદદાતાનો જમાલપુરથી અહેવાલ…..

Next Story