Connect Gujarat
Featured

અમદાવાદ : નવરાત્રીના આયોજન પર બ્રેક લગાવવા મેડીકલ એસો.ની માંગ

અમદાવાદ : નવરાત્રીના આયોજન પર બ્રેક લગાવવા મેડીકલ એસો.ની માંગ
X

રાજયમાં ગણેશ મહોત્સવ સહિતના તહેવારો પર પ્રતિબંધ બાદ હવે નવરાત્રી પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દેશભરમાં કોરોનની મહામારી ઝડપથી ફેલાઈ રહી છે તો ગુજરાતમાં પણ કોરોના કેસ પ્રતિ દિવસ વધી રહયા છે ત્યારે રાજ્ય સરકારે સૌથી મોટા ઉત્સવ નવરાત્રિને કેટલીક શરતોને આધીન મંજુરી આપવામાં આવશે તેવો સંકેત આપ્યો છે ત્યારે છેલ્લા 6 મહિનાથી ફ્રન્ટ વોરિયર તરીકે કામ કરતા ડોકટરો અને મેડીકલ એસોસીએશન તરફથી નવરાત્રીની મંજુરી ના આપવા સરકારને રજૂઆત કરવામાં આવી છે.રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ ત્રીજા સ્ટેજમાં છે અને આવનાર મહિનામાં કોરોના વાયરસ ગંભીર રૂપ ધારણ કરશે.અમદાવાદ મેડિકલ એસો પ્રમુખ મોનાબેન દેસાઈએ કનેકટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. જુઓ વાતચીતના કેટલાક અંશો…

Next Story