Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : મેયરનું “વર્ક ફ્રોમ હોમ”, ઘરેથી સંભાળી રહયાં છે કામકાજ

અમદાવાદ : મેયરનું “વર્ક ફ્રોમ હોમ”, ઘરેથી સંભાળી રહયાં છે કામકાજ
X

અમદાવાદમાં કોરોના

વાયરસના પોઝીટીવ કેસ સામે આવી રહયાં છે તો બીજી તરફ લોક ડાઉનની સ્થિતિ છે. આવા

સંજોગોમાં શહેરના પ્રથમ નાગરિક ગણાતાં મેયર બિજલ પટેલ ઘરેથી જ કામકાજ સંભાળી રહયાં

છે.

વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનથી માંડી ગામડાના નાનામાં નાના માણસને લોક ડાઉનનો અમલ

કરવા માટે અપીલ કરી છે. કોરોના વાયરસથી અસરગ્રસ્ત અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા

મેયર બિજલબેન પટેલ પણ લોક ડાઉનનો અમલ કરી રહયાં છે. કનેકટ ગુજરાતની ટીમે તેમની

દિનચર્યા વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

તેઓ હાલ પોતાના નિવાસસ્થાને રહી સમય પસાર કરી રહયા છે. ઘરે રહી

તેઓ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી સૂચનાઓ આપે છે. કામ અને જવાબદારીની

સતત વ્યસ્તતા વચ્ચે તેઓ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહયાં છે. લોક ડાઉનના

સમયમાં તેઓ રસોડામાં જઇ પરિવાર માટે ભોજન બનાવે છે અને વચ્ચે વચ્ચે અધિકારીઓ સાથે વાતચીત કરી

અમદાવાદીઓની ચિંતા કરે છે. નવરાશની પળોમાં કયારેક પુસ્તકો વાંચ છે તો કયારેક

બગીચામાં જઇને છોડોની માવજત કરે છે.

Next Story