/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-9.jpg)
પીપાવાવધામના ખેડૂતે આળોટીને કલેકટર કચેરી બહાર સુધી પહોંચ્યા હતા
રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ બે દિવસ પહેલા નકલી બિયારણ-ખાતરના સંદર્ભે કરેલા નિવેદન મામલે અમરેલીના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેના વિરોધમાં આજે અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોએ ધરણા યોજ્યા હતા. જયારે પીપાવાવધામના ખેડૂતે આળોટતા આળોટતા કલેકટર કચેરી બહાર સુધી પહોંચ્યા બાદ કલેકટર કચેરી બહાર રામધુન શરુ કરતા તંત્રમાં દોડધામ મચી હતી.
બે દિવસ પહેલાં રાજ્યના કૃષિમંત્રી ફળદુના નિવેદનની આગ અમરેલી પંહોચી છે. નકલી બિયારણ અને ખાતર મામલે કૃષિમંત્રીના નિવેદનથી અમરેલીના ખેડૂતો વધુ ઉશ્કેરાયા હતા. આજે અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોએ સરકાર વિરોધી સુત્રોચાર કાર્ય હતા. ત્યારે છેલ્લા ૭૦ દિવસથી રાજુલાના પીપાવાવધામ ગ્રામજનો દ્વારા ચાલતા આંદોલન અંગે પીપાવાવધામના ખેડૂત દ્વારા હાથમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને આળોટતા આળોટતા આવ્યા હતા. ખેડૂતો દ્વારા આગળ પાથરણા પાથરતા ગયાને બીજા ખેડૂતો આળોટતા આળોટતા કલેકટર કચેરીના દરવાજે પહોંચ્યા હતા. પોલીસે તેમને અટકાવતા ખેડૂતોએ કલેકટર કચેરી બહાર રામધુન બોલાવી હતી. જે જોઈને તંત્ર પણ મૂંઝવણમાં મૂકાઈ ગયું હતું. ખેડૂતો અને પીપવાવાધામ વાસીઓને બાદમાં કલેકટર સુધી જવા દેવામાં આવ્યા હતા બાદ કલેકટર ને ખેડૂતોએ રજૂઆત કરી હતી.
રાજ્યના કૃષિમંત્રીને નકલી બિયારણ ખાતર ના નિવેદન બાદ ખેડૂતોમાં રોષ વધુ ખેડૂતોમાં જોવા મળ્યો છે સરકારની જવાબદારી છે કે નકલી બિયારણ ખાતર પર બ્રેક મારવાની છે પણ સરકાર ના મંત્રીજ નકલી બિયારણ ખાતર મળતું હોવાનો એકરાર કરી સ્વીકારી રહ્યા હોય ત્યારે અમરેલી ખેડૂત સમાજ સાથે પીપાવાવધામ અંદોલનકારીઓએ રાજ્યની સરકાર સામે મોરચો અમરેલીથી આરમ્ભ કરીને સરકાર સામે આંદોલન ના પગરવ આરંભી દીધા છે.