/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-29.jpg)
ઠેબી સિંચાઈમાં ડુબમાં ગયેલી જમીન મામલે વળતર ન મળતાં ખેડૂતો કોર્ટમાં ગયા હતા
અમરેલી તાલુકાના ખેડૂતોની ઠેબી સિંચાઈ યોજના અંતર્ગત ડુબમાં ગયેલી જમીન મામલે અમરેલી સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને વળતર ચુકવાયું નહોતું. તેના માટે તંત્ર ઠાગાઠૈયા કરતું હતું. ત્યારે ખેડૂતોએ કોર્ટમાં દાદ માંગતા કોર્ટ દ્વારા સિંચાઈ વિભાગના ફર્નીચર, ગાડી સહિતનો મુદ્દામાલ કોર્ટે જપ્ત કરતા તંત્રમાં દોડધામ મચી હતી.
અમરેલીની ઠેબી સિંચાઈ અને વડી સિંચાઈ યોજના વખતે જે જે ખેડૂતોની ડેમ બનાવવામાં ડૂબમાં ગયેલી જમીનના વળતર મુદ્દે તંત્ર લાપરવાહ રહેતું હતું. આથી ખેડૂતોએ કોર્ટનો આશરો લીધો હતો. આજે કોર્ટ દ્વારા અમરેલી સિંચાઈ વિભાગને ખેડૂતોની ડૂબમાં ગયેલી જમીનના મુદ્દે સાંગાડેરીના ખેડૂતને સાડા દસ લાખ અને વડીયાના ખેડૂતોને ૨૫ લાખથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. સાંજ સુધીમાં કોર્ટના હુકમનું પાલન ન થાય તો કોર્ટ દ્વારા અમરેલી સિંચાઈ કચેરીનો મુદ્દામાલ જપ્ત કરવાનો હુકમ કર્યો હતો. જેની સામે અમરેલીના ખેડૂતો સાથે વકીલોની હાજરીમાં નામદાર કોર્ટ દ્વારા જીપ,કાર, ફર્નીચર સરકારી કચેરીનું જપ્ત કરીને તંત્ર સામે કોર્ટ સર્વોપરી હોવાનો દાખલો બેસાડ્યો હતો.
ખેડૂતોની ડૂબમાં ગયેલી જમીન મુદ્દે સરકાર ધ્યાન આપતું ન હતું અને તંત્ર પણ ખેડૂતોને ચૂકવવાના વળતર માટે ખેડૂતો હેરાન પરેશાન હતા. ત્યારે કોર્ટ દ્વારા અમરેલી સિંચાઈ તંત્રની કચેરી સામે કડક કાર્યવાહી કરીને કાર, જીપ, ફર્નીચર સહિતનો કચેરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
છ મહિના પહેલાં જ બઢતી પામીને આવેલા મદદનીશ પી.બી.ધડુક ખેડુતોન વળતર અંગેના કેસો થી અજાણ હતા. પણ કોર્ટમાંથી જપ્તી વોરંટ આવ્યા બાદ તંત્રના બાબુઓ સફાળા જગ્યા હતા. પણ ગ્રાન્ટ અપૂરતી આવી હોવાથી અરજદારો અને તંત્ર વચે સુમેળ ન સર્જાતા કોર્ટે જપ્તી અંગેની કાર્યવાહીમાં ત્રણ વાહનો અને ૫૦ હજારનું ફર્નીચર માંડીને સાડા છ લાખનો મુદ્દામાલ કોર્ટે જપ્ત કર્યો છે. સરકારી તંત્ર પણ કોર્ટ સમક્ષ વળતર ન ચૂકવે તો તંત્રની કચેરીનો મુદ્દામાલ જપ્ત થવાનો દાખલો અમરેલીની કોર્ટે બેસાડ્યો હતો.