Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : વાંટડા ટોલ પ્લાઝા નજીક લકઝરી બસમાં લૂંટફાટ : ત્રણ મુસાફરો ઘાયલ

અરવલ્લી : વાંટડા ટોલ પ્લાઝા નજીક લકઝરી બસમાં લૂંટફાટ : ત્રણ મુસાફરો ઘાયલ
X

અરવલ્લી જિલ્લામાં આવેલાં વાંટડા ટોલ પ્લાઝા નજીકથી

પસાર થતી લકઝરી બસમાં ચઢી ગયેલાં લુંટારૂઓને મુસાફરો સાથે મારપીટ કરી તેમના કિમંતી

સામાનની લૂંટ ચલાવી હતી. મુસાફરોએ ત્રણ જેટલા લૂંટારૂઓને ઝડપી પાડી પોલીસના હવાલે

કર્યા છે.

અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાણે કથળી હોય તેવી

ઘટનાઓ છાશવારે બની રહી છે. મોડાસા તાલુકાના વાંટડા ટોલ પ્લાઝા નજીકથી પસાર થઇ

રહેલી લકઝરી બસને બાઇક પર આવેલાં લૂંટારૂઓએ અટકાવી હતી. 15થી વધુ લુંટારૂઓ બસમાં ચઢી ગયાં અને આતંક મચાવ્યો

હતો. તેમણે 8 જેટલા મુસાફરો સાથે મારપીટ કરી હતી જેમાં 3 મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. લુંટની ઘટના પર નજર નાખવામાં આવે

તો પહેલાં બાઇક સવાર લૂંટારૂઓએ બસને આંતરી અને બિભત્સ ગાળો બોલવાનું શરૂ કરી છે,, એટલું જ નહીં બસના કાચ પર લાકડીઓ મારી હતી. ત્યારબાદ જ્યારે બસ ઉભી રાખી ત્યારે ફોન

કરી બીજા 15 માણસોને બોલવી લૂંટ ચલાવી હતી. મુસાફરોના જણાવાયા અનુસાર તેમની પાસેથી રોકડ અને દાગીના મળી અંદાજિત બે લાખ રૂપિયા ની માલમત્તાની લૂંટ થઇ છે. મુસાફરોના જણાવ્યા અનુસાર જ્યારે તમેના પર હુમલા થયો કે તરતજ

તેમનામાંથી કેટલાકે પોલીસને ફોન કર્યો હતો પણ પોલીસ બે કલાક બાદ પહોંચી હતી જેના કારણે લૂંટારૂઓને મોકળુ

મેદાન મળ્યું હતું.

Next Story