Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલના લોકોએ કર્યો ચકકાજામ

અરવલ્લી : રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલના લોકોએ કર્યો ચકકાજામ
X

શામળાજી નજીક ને.હા.નં-૮ પર રતનપુર

ચેકપોસ્ટ નજીક અણસોલ

ગામના ગ્રામજનો હાઈવે નજીક શાળા આવેલી હોવાના પગલે અને હાઈવે રોડ પરથી પસાર થતા

વાહનચાલકો પૂર ઝડપે વાહનો હંકારતા હોવાથી છાસવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોવાથી

શાળામાં અભ્યાસ કરતા બાળકોને જીવને જોખમ ઉભું થતા અણસોલ નજીક ઓવરબ્રિજ બનાવવાની

માંગ સાથે ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું હતું.

સતત વાહનોથી ધમધમતા અમદાવાદ-ઉદેપુર

ને.હા.નં-૮ પર ત્રણ કલાકથી વધુ ચક્કાજામ કરતા ૧૫ કીમી જેટલી વાહનોની લાંબી કતારો

જામતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો શામળાજી પોલીસ ઘટનાસ્થળે

પહોંચી હાઈવે પર લોકોએ કરેલ ચક્કાજામ સમજાવટ થી દૂર કરાવવાનો પ્રયત્ન કરતા

ગ્રામજનોએ વારંવાર થતા અકસ્માતના પગલે ઓવરબ્રિજ બનાવવાની વહીવટી તંત્રમાં લેખિત

રજૂઆતની માંગ પર અડગ રહેતા ભિલોડા મામલતદારે ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનો સાથે

વાટાઘાટો કરી તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવા એન.એચ.એ.આઈ માં રજુઆત કરી યોગ્ય

નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા છેવટે ગ્રામજનોએ ચક્કાજામ દૂર કરતા પોલીસતંત્રએ

ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

Next Story