''આપણા નરેન્દ્રભાઈ તો જાતે જ સાફો લઈને જાય''- સાંસદ એહમદ પટેલ

New Update
''આપણા નરેન્દ્રભાઈ તો જાતે જ સાફો લઈને જાય''- સાંસદ એહમદ પટેલ

માદરે વતન ભરૂચ જિલ્લાની મુલાકાતે આવેલા સાંસદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે

વતનની મુલાકાતે આવેલા રાજ્યસભાના સાંસદ એહમદ પટેલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાજપોષીનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમને સ્થાનિક કાર્યકરો દ્વારા માથે સાફો બાંધવામાં આવ્યો હતો. ત્યારે રમૂજ કરતાં જણાવ્યું હતું કે, '' આપણા નરેન્દ્રભાઈ તો જાતે જ સાફો લઈને જાય અને કાર્યકરોને કહે કે આ મને પહેરાવી દેજો.''

ભરૂચ જિલ્લાનાં નવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા શક્તિપ્રદર્શનના ભાગરૂપે રેલી યોજાયી હતી. જે રાજપુત છાત્રાલય ખાતે સભામાં ફેરવાતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો તાજપોષી કાર્યક્રમ યોજાયો હતો. આ તબક્કે સાંસદ અહેમદ પટેલે યુવાનોને સંબોધ્યા હતા. અને સાથે કેન્દ્ર સરકારની કામગીરી બાબતે પણ કેટલાંક નિવેદનો આપ્યાં હતાં. તેવામાં કાર્યકરોએ તેમને માથા ઉપર હાથેથી સાફો સ્થળ પર જ બાંધી આપતાં વડાપ્રધાનના ફેંટા બાબતે નાનકડી રમૂજ કરી હતી.