આમોદઃ આછોદમાં નજીવી બાબતે જૂથ અથડામણ, એક પોલીસ કર્મીને ઈજા

આમોદઃ આછોદમાં નજીવી બાબતે જૂથ અથડામણ, એક પોલીસ કર્મીને ઈજા
New Update

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા આછોદ ગામે મોડીરાત્રે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ફોરવ્હીલના ચાલકે પગ ઉપર ચઢાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા જૂથ અથડામણ થઈ હતી.

મોડી રાત્રે થયેલી જૂથ અથડામણમાં એક કેબિન સહિત થ્રિ વ્હીલ ટેમ્પોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આગચંપીના કારણે મામલો ગંભીર બન્યો હતો.

બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસ ઉપર પણ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ કોન્સ્ટેબલ ભગીરથ દાદુભાઈને માથામાં ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ગામમાં પરિસ્થિતિ કાબુમાં છે. આમોદ પોલીસે આ બનાવમાં રાયોટીંગનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

#Bharuch #Fight #Amod #News #Gujarati News #ભરૂચ
Here are a few more articles:
Read the Next Article