Connect Gujarat
ગુજરાત

આહવા ખાતે સહકાર ભવન ખાતમુહુર્ત સમારોહ યોજાયો

આહવા ખાતે સહકાર ભવન ખાતમુહુર્ત સમારોહ યોજાયો
X

  • ટેકનોલોજી ના ઉપયોગથી કૃષિ-પશુપાલન ક્ષેત્રે ખેડૂતો આર્થિક સધ્ધર બન્યા છે.- રાજ્યકક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલ

  • માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ થનાર આ સહકાર ભવન રૂ.૧૨૩ લાખના ખર્ચની વહીવટી મંજૂરી

રાજ્યકક્ષાના સહકાર, રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય મંગળભાઈ ગાવિત, કલેકટર ડાંગ બી.કે.કુમાર ની ઉપસ્થિતિમાં આજરોજ રૂ.૮૭ લાખના ખર્ચે સાકાર થનાર સહકાર ભવનનો ખાતમુહુર્ત સમારોહ યોજાયો હતો.

સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકારના કૃષિ મહોત્સવ-૨૦૦૫ની ફલશ્રૃતિ વર્ણવતા જણાવ્યું હતું કે પારંપારિક ખેતી કરતો ખેડૂત આજે ટેકનોલોજીના ઉપયોગથી ખેતી કરતો થયો છે. પરિણામે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બન્યા છે. અનેકવિધ યોજનાઓને કારણે ખેડૂતોને સબસીડી મળે છે. અનાજના ગોડાઉન માટે પણ સરકારશ્રી દ્વારા સબસીડી અપાય છે. આજે આધુનિક સુવિધાઓથી સજ્જ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતુમુહુર્ત કરાયેલ સહકાર ભવન ડાંગના ખેડૂતોને ખૂબ ઉપયોગી બનશે.

વધુમાં ડાંગની મહિલાઓ સંચાલિત દૂધ મંડળીની બહેનોને અભિનંદન આપતા કહયું હતું કે બહેનો મંડળીઓનુ સંચાલન કરતા થયા છે જેથી દૂધમાંથી મબલખ આવક મેળવે છે. રૂ.૪૩ કરોડ ૨૮લાખ રૂપિયા ડાંગની બહેનોએ દૂધના વ્યવસાયમાંથી પ્રા કર્યા છે. આમ સમાજમાં માનભેર જીવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="52218,52219,52220,52221,52222,52223"]

ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે સહકારી પ્રવૃત્તિમાં સ્વ નો નહિં પરંતુ સૌનો વિકાસ થાય તે માટે અનુરોધ કર્યો હતો. જંગલ મંડળી અને દૂધ મંડળીઓ દ્વારા સૌનો વિકાસ થયો છે માટે દરેક ગામમાં એક કરતા વધુ મંડળી અપાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

સહકાર ભવનના ખાતમુહુર્ત પ્રસંગે સરવરની મહિલા દૂધ ઉત્પાદક મંડળીએ સૌથી વધુ આવક રૂ.૯૮ લાખ, બાખાંધ્યાની મંડળીએ રૂ.૮૨ લાખ અને દાબદરની મંડળીએ રૂ.૭૨ લાખ આવક કરતા પ્રમુખ બહેનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ થનાર આ સહકાર ભવન રૂ.૧૨૩ લાખના ખર્ચની વહીવટી મંજૂરી મળી હતી. જેમાં ટેન્ડર નીચુ જતા રૂ.૮૭.૩૧ લાખના ખર્ચે ગ્રાઉન્ડ ફલોર,પ્રથમ માળ,સ્ટેર કેબીન મળી કુલ ૫૩૦ ચો.મી.બાંધકામ થનાર છે. આ ભવનમાં અધિકારીની ચેમ્બર, કલાર્ક ઓફિસ, વેઈટીંગ એરિયા, ગેરેજ, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, લેડીઝ ટોયલેટ, જેન્ટ્સ ટોયલેટ, હેન્ડીકેપ્ટ ટોયલેટ, ઓફિસર્સ ટોઈલેટ, કોમ્પ્યુટર રૂમ, એકાઉન્ટ બ્રાન્ચ, ઓડિટ બ્રાન્ચ સુવિધાઓની જાગવાઈ છે. જે ફેબ્રુઆરી-૧૯ માં પૂર્ણ થશે.

Next Story