Connect Gujarat
Featured

ખેડૂત આંદોલન : અમેરિકાના વોશિંગ્ટનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે પ્રદર્શનકારીઓએ કરી તોડફોડ

ખેડૂત આંદોલન : અમેરિકાના વોશિંગ્ટનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે પ્રદર્શનકારીઓએ કરી તોડફોડ
X

કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂત પ્રદર્શન વિદેશમાં પણ થઈ રહ્યું છે. પરંતુ તેનો ફાયદો દેશ વિરોધી સંગઠનો ઉઠાવી રહ્યા છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં કૃષિ કાનૂન સામે પ્રદર્શને ભારત વિરોધી રૂપ ધારણ કરી લીધું હતું. અહીં કેટલાક દેખાવકારોએ ભારતીય દૂતાવાસ પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી છે. પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાનના ઝંડા પણ લહેરાવવામાં આવ્યા અને સાથે જ વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ બહાર પ્રદર્શન કરતો વિડીયો પણ વાઇરલ થયો હતો.

ભારતીય દૂતાવાસે મેટ્રોપોલિટન અને નેશનલ પાર્ક પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. મામલાની જાણકારી તાત્કાલિક વિદેશ મંત્રાલયને કરવામાં આવી હતી, જેમણે આ મુદ્દે ભારતીય રાજદૂત સાથે વાત કરી હતી. ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ સ્ટીફન બીગને આ ઘટના માટે માફી પણ માંગી છે. બીગને જ મહિના પહેલા તરણજીત સિંહ સિંધૂ સાથે મળી આ મૂર્તિનું ફરી અનાવરણ કર્યુ હતું.

દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 18મો દિવસ છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે અમે આંદોલન વધારે ઉગ્ર બનાવવાનો ફેંસલો કર્યો છે. યૂનિયનના નેતા 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ પર બેસશે. આજે રાજસ્થાન બોર્ડરથી હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કાઢશે અને દિલ્હી જયપુર હાઇવે બંધ કરશે.

Next Story