રાજ્યના ખેડૂતોની વિવિધ સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ નોધાવવામાં આવ્યો હતો ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પ્રાંત અધિકારી રમેશ ભાગોરાને તા.૮મીના રોજ આવેદનપત્ર પાઠવી ખેડૂતોની વિવિધ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ખેડૂતોની સ્થિતી દિનપ્રતિદિન દયનીય થતી જાય છે. કોંગ્રેસ સમિતિ અને યુવા મોર્ચા દ્વારા તા.૯મીના રોજ અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ રસ્તા ઉપર કોંગ્રેસના શહેર પ્રમુખ ભુપેન્દ્ર જાની, સરીફ કાનુગા, સીંકંદર ફડવાલા,ભરત પરમાર સહિતના અગેવાનો અને કાર્યકરો દ્વારા વર્તમાન સરકાર વિરૂધ ખેડૂતિની વિવિધ માંગ તાકીદે સંતોષાય તે માટે “કિસાન વિઓધી યે સરકાર નહીં ચલેગી” ખેડૂતોના સન્માનમાં કોંગ્રેસ મેદાનમાં” જે વા સુત્રોચ્ચાર સાત્થે દેખાવો યોજી ખેડૂતોની માંગ સંતોષવા માંગ કરી હતી.