અમદાવાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સફાળી જાગેલી રાજોટ પોલીસે દારૂના અડ્ડા ઉપર પાડી રેડ
ગાંધીના ગુજરાતમા દારૂની રેલમ છેલમ થઈ રહી છે આ વાત કોઈ નક્કારી શકે તેમ નથી. આ પાછળનું કારણ પોલીસ અને બુટલેગરોની સાઠગાંઠને લિધે દારૂની રેલમ છેલમ થતી જોવા મળે છે. ત્યારે બુધવારનો દિવસ અમદાવાદ માટે કાળી ટીલ્લી સમાન બની ગયો હતો. કારણકે 9 વર્ષ પહેલા અમદાવાદમા લઠ્ઠાકાંડ થયો હતો. ત્યારે બુધવારે પણ અમદાવાદના સોલા વિસ્તારમાં દેશી દારૂના સેવન કરતાં ચાર લોકોને ગંભીર અસર પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. આજ બાબતે આજરોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ સીપી જે.કે ભટ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. તો સાથે જ તેઓ એ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.
આ મુદ્દે ગુજરાતના ત્રણ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી મેદાનમા આવ્યા હતા. હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત પણ લિધી હતી. તો સાથેજ દારૂનુ સેવન ન કરવા સલાહ પણ આપેલ હતી. તો ત્યારબાદ એક જનતા રેડ પણ કરવામા આવેલ હતી. જે ઘટનાનો વીડિયો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ત્યારબાદ ગાંધીનગર એસપી દ્વારા એક પ્રેસકોન્ફરન્સ કરી રેડ નકલી હોવાનો ઉલ્લેખ કરવામા આવ્યો હતો.
રાજકોટમા સાંજે 5 વાગ્યા આસપાસ થોરાડા પોલિસ સ્ટેશન વિસ્તારમા દારૂ અંગે ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ. જેમા મોટા પ્રમાણમા થોરાળા પોલિસ સ્ટેશન વિસ્તારમાથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ તબક્કે કનકેટ ગુજરાત સાથેની વાતચીતમા થોરાળા પોલિસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલિસ ઈન્સપેકટર સુખવિંદર ગડ્ડુએ વાતચીત કરતા જણાવ્યુ હતુ કે અત્રેના પોલિસ સ્ટેશન દ્વારા નિયત સમયે રેડ કરવામા આવતી જ હોઈ છે. જો કે સૌથી મહત્વનો સવાલ તો એ ઉઠે છે કે આખરે નિયત સમયે રેડ કરવામા આવે છે તો પછી આજે જે રેડ કરવામા આવી ત્યારે મોટા પ્રમાણમા દારૂનો જથ્થો કઈ રીતે પ્રાપ્ય થયો.