ગુજરાત રમખાણોમાં પીએમ મોદી અંગેનો ચુકાદો હાઇકોર્ટે અનામત રાખ્યો

New Update
ગુજરાત રમખાણોમાં પીએમ મોદી અંગેનો ચુકાદો હાઇકોર્ટે અનામત રાખ્યો

કોંગ્રેસ નેતા એહસાન જાફરીનાં પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ષડયંત્રનાં ગુનામાં આરોપી બનાવવાની માંગ સાથેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી.

ગુજરાત 2002નાં રમખાણોના કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્યને સીટે ક્લિન ચીટ આપી હતી. જેના વિરોધમાં ઝાકીયા જાફરીએ નીચલી અદાલતમાં અરજી કરી હતી, પરંતુ તેમાં પણ ચુકાદો જાફરી વિરુદ્ધમાં આવ્યો હતો.

ત્યારબાદ ઝાકીયા જાફરીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી, હાઇકોર્ટે હાલમાં આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે, અને આગામી તારીખ 24 અથવા 28નાં રોજ હાઇકોર્ટ ચુકાદો આપી શકે છે.