Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 915 નવા કેસ નોંધાયા,14 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 43723 પર પહોંચી

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 915 નવા કેસ નોંધાયા,14 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 43723 પર પહોંચી
X

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 915 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 43 હજારને પાર પહોંચી છે. જ્યારે આજે વધુ 14 લોકોનાં મોત થયા છે રાજ્યમાં આજે 749 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2071 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 30555 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 43723 પર પહોંચી છે.

આજે 915 નવા નોંધાયેલ કેસ પૈકી સુરતમાં 291, અમદાવાદમાં 167, વડોદરામાં 76, ભાવનગરમાં 45, સુરેન્દ્રનગરમાં 31, ભરૂચમાં 28, ગાંધીનગરમાં 26, જૂનાગઢમાં 25, રાજકોટમાં 24, બનાસકાંઠા, મહેસાણામાં 21-21, દાહોદમાં 19, જામનગરમાં 18, ખેડામાં 15, વલસાડમાં 14, આણંદ, નવસારીમાં 10-10, મહિસાગર, પાટણમાં 9-9, પંચમહાલ સાબરકાંઠામાં 8-8, કચ્છ, ગીર-સોમનાથ, તાપીમાં 7-7, મોરબીમાં 5, નર્મદામાં 4, છોટાઉદેપુરમાં 3, બોટાદ, પોરબંદર, અમરેલીમાં 2-2, અરવલ્લીમાં 1 કેસ નોંધાયો છે.રાજ્યમાં 14 દર્દીના મૃત્યુ થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદ અને વડોદરામાં 3-3 જ્યારે બનાસકાંઠા, ભાવનગર અને ગાંધીનગરમાં 1-1 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ - 3 ,સુરત – 5 , વડોદરા- 3, બનાસકાંઠા 1, ભાવનગર 1 અને ગાંધીનગરમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2071 પર પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30555 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 11097 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 11026 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,78, 367 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Next Story