/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/sddefault-28.jpg)
હાલના વાતાવરણ થી લાગે છે કે ભાજપની સરકાર જવાની, જવાની અને જવાનીજ: અહેમદ પટેલનો હુંકાર
ભરૂચના સાંસદ અને કોંગ્રેસ અગ્રણી અહેમદ પટેલ આજે અચાનક અંકલેશ્વર તેમના માદરે વતન આવી પહોંચ્યા હતા.જ્યાં તેઓ એ ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને આવનારી લોકસભાની ચૂંટણી-૨૦૧૯ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
એહમદ પટેલે કોંગી આગેવાનોને સંબોઘતા જણાવ્યું હતું કે આવનારી ચૂંટણી ફક્ત ભરૂચ માટેજ નહિ પણ દેશ માટે પણ મહત્વની છે. તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હાલ નું વાતાવરણ જોઈ લાગી રહ્યું છે કે ભાજપા ની સરકાર જવાની,જવાની અને જવાનીજ, સાંસદ અહેમદ પટેલે કાર્યકર્તાઓમાં જુસ્સો ભરતા ઉમેર્યું હતું કે ભરૂચ સહીત ગુજરાતમાં કોંગ્રેસને મેહનત કરવી પડશે,કારણકે તેમના રાજકીય દુશ્મનો ખુબજ સબળ છે પરંતુ રાજકીય રીતે સબળ નથી.તેઓ કાવાદાવા અને ખોટી વાતોમાં જ સબળ છે.
ભરૂચના ઝગડીયા અને નર્મદાના ડેડીયાપાડા વિસ્તારો વિષે વાત કરતા તેમણે કહ્યું કે,એલાઇન્સ થશે કે નહિ તે પછી ની વાત છે પણ આ વિસ્તારોમાં પણ બુથ લેવલની મેહનત અત્યંત જરૂરી છે. તેમણે વડા પ્રધાન મોદીનું નામ લીધા વગર નિશાન સાધી જણાવ્યું કે તેઓએ પેહલા ગુજરાત ને બરબાદ કર્યું અને હવે દેશ ને બરબાદ કરી રહ્યા છે.