/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/vlcsnap-2018-05-29-14h22m40s773.png)
કેન્દ્રની મોદી સરકારનાં 4 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈ આજે અંકલેશ્વર ખાતે પ્રબુધ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જીનવાલા સ્કૂલ ખાતે આવેલા માં શારદાભવન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત સ્થાનિક અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે.લોકશાહીમાં વિપક્ષની મહત્વની ભૂમિકા હોય છે. ગુજરાતમાં હાલ જે જળ સંચય અભિયાન ચાલી રહ્યું છે તેને સારી એવી સફળતા સાંપડી રહી છે. જેની આખા દેશમાં પણ નોંધ લેવાઈ રહી છે. જનતાના તમામ પ્રતિનિધિઓ પણ આ કામમાં રસ લઈને સતત હાજરી આપી લોકોને પ્રાત્સાહિત કરી રહ્યા છે. રાજ્યમાં તમામ મશીનરી પણ આ કામમાં લાગી છે. સાથોસાથ તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારી સિધ્ધિઓને પણ વર્ણવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વર્તમાન સરકારે કરેલા કામો અમે ગણાવી પણ શકીએ તેમ છે. માત્ર એટલું જ નહીં પણ લોકો પણ પ્રત્યક્ષ રીતે તેની અનુભૂતિ કરી રહ્યા છે.
આ તબક્કે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જમાવ્યું હતું કે, અંકલેશ્વરમાં હાલ ઔદ્યોગિક વસાહતમાં જે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. તેને લઈને કેટલાંક પ્રતિનિધિઓ સરકારમાં મળવા માટે આવ્યા હતા. ઉદ્યોગોમાં કેટલીક પ્રક્રિયાઓ સતત ચાલતી રહે છે. ત્યારે સરકાર ચોક્કસ પણે ઉદ્યોગકારોના પક્ષમાં સકારાત્મક વિચારણા કરી રહી છે.