જંબુસર તાલુકા કોંગ્રેસનું કિસાનોના સમર્થનમાં આવેદન

જંબુસર તાલુકા કોંગ્રેસનું કિસાનોના સમર્થનમાં આવેદન
New Update

જંબુસર તાલુકા કોંગ્રેસે પ્રાંત અધિકારીને આપ્યું આવેદન

રાજ્ય સરકારે મોટી–મોટી વાતો કરવાના સ્થાને ખેડૂતોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કરાઇ માંગ

હાલમાં ખેડૂતોની સમસ્યાઓને લઇ દેશભરમાં ચાલતા કિસાન આંદોલનના સમર્થનમાં જંબુસર તાલુકા કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, જંબુસર તાલુકા પંચાયતના પૂ.પ્રમુખ પ્રભુદાસ મકવાણા, તા.પં.ના વિરોધ પક્ષના નેતા મુકેન્દ્રસિંહ યાદવ સહિતના જંબુસર તાલુકા કોંગ્રેસના આગેવાનોઍ આજરોજ કિસાનોના સમર્થનમાં પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું.

આવેદનમાં જણાવ્યા મુજબ છેલ્લા અઢી દાયકાથી ગુજરાતના ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે જેના માટે રાજ્ય સરકારની કિસાન વિરોધી નિતિ અને વલણો જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસના નામે ખેડૂતોની કિંમતી જમીન નિયમ વિરુધ્ધ સંપાદન કરવામાં આવી છે ખુડૂતો જમીન બચાવવા આંદોલનો કરી રહયા છે.

જાકે સરકાર આ આંદોલનોની અવગણના કરે છે. ખેડૂતોને પુરતી વિજળી અને પાણી મળતા નથી. મોંઘા ખાતર અને બિયારણ તથા જંતુનાશક દવાઓના કારણે ખેત ઉત્પાદનનો ખર્ચ વધતો જાય છે પરંતુ તેની સામે પુરતુ વળતર મળતું નથી. પાક વીમાની રકમ સમયસર ચૂકવવામાં આવતી નથી જેના કારણે ખેડૂત પાયમાલ થતો જાય છે. રાજ્ય સરકારે મોટી–મોટી વાતો કરવાના સ્થાને ખેડૂતોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જાઇઍ તેવી માંગ આવેદનમાં ઉઠાવવામાં આવી છે.

#Bharuch #Gujarat #Congress #India #Jambusar #News #Gujarati News #Gujarat News
Here are a few more articles:
Read the Next Article