Connect Gujarat
Featured

જંબુસર તાલુકા પંચાયત ખાતે EWS ના દાખલા માટે ધક્કા ખાતાં અરજદાર

જંબુસર તાલુકા પંચાયત ખાતે EWS ના દાખલા માટે ધક્કા ખાતાં અરજદાર
X

હાલ સરકારી નોકરી અભ્યાસ સહિતના વિવિધ કામગીરી માટે જનતાને અલગઅલગ દાખલાઓની જરૂર પડતી હોય છે જે અનુસંધાને જંબુસર હર્ષ જીતેન્દ્રભાઈ પંડ્યાને પોસ્ટ ઑફિસની ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવા અંગે EWSVનાં દાખલાની જરૂર પડતાં તેઓ તાલુકા પંચાયત જંબુસર શિક્ષણ ખાતામાં દાખલા માટે અરજી કરી હતી પરંતુ શિક્ષણ શાખામાં કામ કરતા કર્મચારી ગેરહાજર હોવાથી તેમને દાખલા માટે ધક્કા ખવડાવતા હતા. તેમ છતાંય EWS નો દાખલો મળેલ નહી. જેથી અરજદારના પિતા પંડ્યા જીતેન્દ્રભાઈ તાલુકા પંચાયત ખાતે આવી દાખલાની માંગણી કરી હતી પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળેલ નહી.

જંબુસર તાલુકાની જનતા દૂર ગામડેથી પોતાનાં કામો સરળતાથી ઝડપથી પૂર્ણ થવાની આશ લઇને આવતા હોય છે પરંતુ અધિકારીઓ કર્મચારીઓની બેદરકારીને કારણે તાલુકાની જનતાને ધરમના ધક્કા પડે છે.

Next Story