જંબુસર : પટેલ વેલફેર સોસાયટીમાં રૂપિયા ૧ લાખ ૪૦ હજારની ચોરી

New Update
જંબુસર : પટેલ વેલફેર સોસાયટીમાં રૂપિયા ૧ લાખ ૪૦ હજારની ચોરી

જંબુસરની પટેલ વેલ્ફર સોસાયટીમાં ચોરીની ઘટના બની છે, તસ્કરોએ મકાનને નિશાન બનાવી ૧ લાખ ૪૦ હજારનો મુદ્દામાલ લઇ રફુચક્કર થઇ ગયા છે

પટેલ વેલ્ફર સોસાયટીમાં રહેતા જુમેરા શરફરાજ શેખના પતિ વિદેશ હોય અને દિવાળી વેકેશન કરવા પોતાના પિયર ભરૂચ ગયા હતા ત્યારે વેકેશન પૂરું કરી ઘરે પરત ફરતા ઘરના આગળ ભાગે દરવાજાનો તાળું તૂટેલું જોઈ જુમેરા શેખને અજુક્તું લાગ્યું હતું, ઘરમાં પ્રવેશતાની સાથે જ ઘરનો સામાન વેર વિખેર જોવા મળ્યો હતો ત્યાર બાદ ચોરી થયાનો અહેસાસ થતા જુમેરા શેખે જંબુસર પોલીસને જાણ કરી હતી અને પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ આરંભી હતી.

બંધ મકાનનો તકનો લાભ લઇ તસ્કરોએ ઘરને નિશાન બનાવી લાખોની મત્તા લઇ ફરાર થઇ ગયા હતા. ઘરમાં તિજોરીમાં રહેલા સોનાના દાગીના, મોબાઈલ અને ૪૦ હજાર રોકડ મળી કુલ ૧ લાખ ૪૦ હજારની મત્તાની ચોરી થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આ ચોરીમાં તસ્કરોએ પહેલાથી જ રેકી કરી હોય ક્યાં તો જાણ ભેદુનો હાથ હોય તે વાત નકારી શકાય એમ નથી. હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Latest Stories