જંબુસર સ્થિત ગાંધીજીની સ્મૃતિમાં નિર્મિત સ્વરાજ ભવન સ્મારક જર્જરિત સ્થિતિના લીધે આંસુ સારી રહ્યું છે

New Update
જંબુસર સ્થિત ગાંધીજીની સ્મૃતિમાં નિર્મિત સ્વરાજ ભવન સ્મારક જર્જરિત સ્થિતિના લીધે આંસુ સારી રહ્યું છે

"આઝાદી થી વધારે છે સ્વચ્છતા"

"આઝાદી થી વધારે છે સ્વચ્છતા" આ વાક્ય મહાત્મા ગાંધીજીના છે તે વાક્ય જીવનમાં ઉતારવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ લીધો છે ત્યારે ભરૂચ જીલ્લાના જંબુસર સ્થિત પૂજ્ય ગાંધીજીની સ્મૃતિમાં નિર્મિત સ્વરાજ ભવન નામનું સ્મારક પોતાની જર્જરિત સ્થિતિના લીધે આંસુ સારી રહ્યું છે.

મહાત્મા ગાંધીજી આઝાદીની લડાઈ અને સ્વતંત્રતાસેનાનીઓ પ્રત્યે સરકાર તંત્ર અને પ્રજાની લાપરવાહી સન્માન અને અહોભાવના ખોટા દેખાડાનો ભોગ બનેલ સ્વરાજ ભાવનાની દુર્દશા જોઈ ને કોઈ પણ રાષ્ટ્ર પ્રેમી નાગરિકનું હૈયું વિસદગ્રસ્ત થઈ જાય છે.

ઐતિહાસિક દાંડી કૂચ દરમિયાન ૨૨ માર્ચ ૧૯૩૦ના દિવસે મહાત્મા ગાંધીજી જંબુસર આવ્યા હતા, જંબુસર ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની મિટિંગ મોતીલાલ નહેરૂ, જવાહરલાલ નહેરૂ સહિત દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ માં મળી હતી. મોતીલાલ નહેરૂએ સ્વરાજ ભવન ખાતેથી જ અલહાબાદ સ્થિત આનંદ ભવન રાસ્ટ્રને અર્પણ કરવાની જાહેરાત મિટિંગ દરમિયાન કરી હતી.

સ્વચ્છતાના આગ્રહી એવા પરમપૂજય ગાંધી બાપુની સ્મૃતિમાં બનાવેલ સ્વરાજ ભવન ઉકેરડાથી બત્તર બની રહ્યું છે. ગાંધીજીના સ્મારકમાં દારૂ, જુગાર જેવી અનિસ્થ પ્રવૃતિઓ ચાલતી હોય છે. સ્વરાજ ભવનમાં ઠેર ઠેર દારૂની પોટલીઓ પણ નિહારવા મળે છે. સ્વરાજ ભવનમાં ગાંધીજીની સ્મૃતિમાં મુકેલ દુર્લભ ચરખો, અલભ્ય તસ્વીરો કે જેનો હાલમાં કોઈ અતો પતો નથી, સ્વરાજ ભવનના બારી બારણાં તેમજ પતેરડા પણ ચોરાઇ જતાં સ્વરાજ ભવન હાલ ખંડેર જેવુ લાગી રહ્યું છે.

૨૨ માર્ચ ૧૯૩૦ ના રોજ ગાંધીજી જે માકાનમાં રોકાયા હતા જે મકાન ગાંધીજી અને ઐતિહાસિક દાંડી યાત્રા યાદ અપાવે છે તે મકાન બારી બારણાં પણ ચોરાઇ ગયા છે, મકાનમાં ગાંધીજીની યાદગીરી રૂપી તસ્વીરો પણ નહીં રહી. ગુજરાત સરકાર ધ્વારા ૨૦૦૭ ના વર્ષમાં લગભગ ૮૦ લાખના ખર્ચે બનાવેલ નવનિર્મિત સ્વરાજ ભવનનું નિર્માણ કર્યું હતું. અને ૨૫મી જાન્યુઆરી ૨૦૦૭માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ સમયે નરેન્દ્રભાઈ મોદીએ તેઓના મંતવ્યમાં જણાવ્યુ હતું કે "સ્મારકો જીવંત હોવા જોઈએ, સ્મૃતિને જાગૃત કરવાની તાકાત ધરાવતા હોવા જોઈએ. ભારતના ઈતિહાસમાં સ્વરાજ ભવન આગવી ઓળખ ઊભી કરશે." પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના શબ્દોની ધરાર અવગણના તંત્ર તરફથી થઈ રહી હોય તેમ સ્વરાજ ભવનને નવધણિયાતું છોડી મૂકવામાં આવતા તેની દુર્દશાની શરૂઆત થઈ હતી. જે આજે દુર્દશાના અંતિમ છેડે પહોચી છે.

Latest Stories