જંબુસરઃ કંપનીમાં લિફ્ટમાંથી પટકાતાં બાળમજૂરનું મોત

New Update
જંબુસરઃ કંપનીમાં લિફ્ટમાંથી પટકાતાં બાળમજૂરનું મોત

જંબુસર પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી હતી

જંબુસરનાં ઉચ્છદ ગામ નજીક આવેલી રાજવીર ઇમ્પેક્સ કંપનીમાં આજે બાળ મજૂર કામદારનું લિફ્ટમાંથી પડી જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બાળમજૂર અહીં લિફ્ટમેન તરીકે કામ કરતો હતો. અને કોઈ સંજોગોમાં તેનો પગ ફસાઈ જવાને કારણે તે લિફ્ટમાંથી પટકાયો હતો. જેને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જંબુસર પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories