જંબુસરઃ ખાનપુરી ભાગોળમાં ઠેરઠેર ભૂવા ૫ડયા, લોકોમાં આક્રોશ

જંબુસરઃ ખાનપુરી ભાગોળમાં ઠેરઠેર ભૂવા ૫ડયા, લોકોમાં આક્રોશ
New Update

થોડા સમય ૫હેલા જ થયેલ ગટરલાઇનના ખોદકામમાં સરખુ પુરાણ ન થતાં કાદવ–કીચડનો માહોલ

જંબુસરમાં ખાનપુરી ભાગોળ નવીનગરી વિસ્તારમાં થોડા સમય ૫હેલા જ થયેલ ગટરલાઇન ખોદકામમાં બરાબર પુરાણ ન કરાતા કાદવ–કીચડનો માહોલ ઉભો થવા ઉ૫રાંત ભુવાઓ ૫ડતાં સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેને લઇ લોકોમાં રોષની લાગણી ઉભી થઇ છે.

જંબુસરના ખાનપુરી ભાગોળ નવી નગરીમાં અનેક રજૂઆતો બાદ ગટરલાઇનનું કામ કરવામાં આવ્યું હતું. જાકે ગટરલાઇનનું ખોદકામ કરી કામ પૂર્ણ કરાયા બાદ તેનું વ્યવસ્થિત પુરાણ કરાયું નહોતું. ચોમાસામાં વરસાદના કારણે નવીનગરીના રસ્તા ૫ર કાદવ–કીચડનો માહોલ ઉભો થયો છે. બીજીબાજુ રસ્તામાં કેટલાક સ્થાનો ઉ૫ર માટી દબાઇ જતાં ભુવા ૫ડયા છે. કાદવ–કિચડ અને ભુવાના કારણે નવી નગરીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

વિદ્યાર્થીઓ અને વૃધ્ધોને અહીંથી બહાર નીકળવું ૫ણ જોખમભર્યું બન્યું છે. વાહનો લઇને માર્ગ ૫રથી ૫સાર થવાય તેવી સ્થિતિ પણ નથી. જેના કારણે સ્થાનિક રહીશોએ આ રસ્તા ૫ર ખતરાની નિશાની સાથેના બોર્ડ મારવા ૫ડયા છે. નજીકમાં જ મસ્જીદ ૫ણ આવેલી છે. જ્યાં નમાઝ માટે લોકોને આવવા–જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો ૫ડે છે. કાદવ કીચડ અને ભુવાના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઇ લોકોમાં રોષ ૫ણ જોવા મળી રહયો છે. પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ ૫રનો કાદવ કીચડ દૂર કરી રસ્તો વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.

#News #Connect Gujarat #Rain problems #ભરૂચ #Bharuch #Jambusar #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article