Connect Gujarat
ગુજરાત

ઝઘડિયા GIDCની વેલીયન્ટ ઓર્ગનિક કંપનીમાંથી ચોરી થયેલ વાલ્વ સાથે એકની થઈ ધરપકડ

ઝઘડિયા GIDCની વેલીયન્ટ ઓર્ગનિક કંપનીમાંથી ચોરી થયેલ વાલ્વ સાથે એકની થઈ ધરપકડ
X

કંપનીમાંથી કુલ ૨૩ વાલ્વ ચોરી થઇ હતી

જેમાં કંપની સંચાલકો દ્વારા બે માસ બાદ ફરિયાદ નોંધાવાઇ હતી. ઝઘડિયા જીઆઇડીસીની

વેલીયન્ટ ઓર્ગેનિક કંપની માંથી ૨૩ વાલ્વની ચોરી થયેલ હતી. કંપની સંચાલકો દ્વારા બે

માસ બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. વડોદરા આર.આર.સેલ દ્વારા ચોરી થયેલ વાલ્વ

પૈકી બે વાલ્વ સાથે એક ઈસમની અંકલેશ્વરના નવા દિવા ગામેથી ધરપકડ કરી છે.

ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નં. ૭૭૫,૭૭૬

આવેલ વેલિયેન્ટ ઓર્ગનિક પ્રા.લી કંપનીમાંથી ગત તા. ૧૪.૯.૧૯ ના રોજ ૨૩ નંગ વાલ્વ

જેની કિંમત ૭,૧૬,૯૪૭ જે કોઈ અજાણ્યા

ચોર ઈસમો કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયા હતા. કંપની સંચાલકો

દ્વારા ચોરી થયાના બે માસ બાદ તા.૧૧.૧૧.૧૯ના રોજ કંપની મેનેજર દિનેશ પટેલ દ્વારા

ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આર.આર.સેલ વડોદરા વિભાગ દ્વારા વણ શોધાયેલા ગુનાઓ શોધો કાઢવા સૂચના આપવામાં

આવી હતી. સેલના સબ ઈન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે ઝઘડિયા જીઆઇડીસીની વેલીયન્ટ

કંપનીમાંથી ચોરી થયેલ વાલ્વ નવા દિવા ગામે રહેતો કડક્યાં ઉર્ફે રમેશ પરથીંગ

કટારાના ઘરે સંતાડેલ છે. સેલની ટિમ દ્વારા નવા દિવા ગામે કડક્યાં ઉર્ફે રમેશ

કટારાના ઘરે જતા તે પકડાયો હતો અને તેના ઘરમાં શોધખોળ કરતા પલંગ નીચેથી બે વાલ્વ

મળી આવ્યા હતા. વાલ્વ બાબતે તેની પાસે બિલ, પુરાવા માંગતા મળીના આવતા તેની તપાસ દરમિયાન ઝઘડિયાની વેલીયન્ટ કંપનીમાંથી

ચોરી કરેલ હોવાનું પુરવાર થતાં આગળની કાર્યવાહી કરવા સેલ દ્વારા આરોપીને ઝઘડિયા

પોલીસને સોંપવામાં આવ્યો છે.

Next Story