Connect Gujarat
ગુજરાત

ડાંગ : યુવાનોએ નવા પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે યુથ લીડરશીપ-કૉમ્યુનિટી ડેવલોપમેન્ટ સેમિનાર યોજાયો

ડાંગ : યુવાનોએ નવા પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે યુથ લીડરશીપ-કૉમ્યુનિટી ડેવલોપમેન્ટ સેમિનાર યોજાયો
X

ડાંગ જિલ્લામાં નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા યુથ લીડરશીપ અને કૉમ્યુનિટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં નેતૃત્વ કુશળતા વિકસાવવા અને નવા પડકારોનો સામનો કેવી રીતે કરવો તે હતો.

જિલ્લા યુવા સંયોજક અનુપ ઈંગોલેએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ માટે નવ સત્રો હતા જેમાં જુદા જુદા વક્તાઓએ વિવિધ વિષયો મુજબ વક્તવ્ય આપ્યા હતા. જેમાં દિકિશા ગામીત દ્વારા આરોગ્ય સંભાળ, પ્રભાવિત ઠાકરે દ્વારા પર્યાવરણ, શ્યામ માહલા દ્વારા ઉઘોગ સાહસિકતા, સંદિપ કોંકણી દ્વારા જાહેર ભાષણ, રામસિંહ બંગાલ દ્વારા પશુપાલન, લક્ષ્મી માહલા દ્વારા કોમ્પ્યુટર કાર્યક્રમો, ભૂપેન્દ્ર ધૂમ દ્વારા બાળ નિયમો, યોગ અને તંદુરસ્તી રવિશ સેબલ તથા અરવિંદ કોંકણી દ્વારા રજૂ થયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કુલ ૪૦ જેટલા યુવક-યુવતિઓએ ભાગ લીધો હતો.

Next Story