New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/123-1.jpg)
ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં ડો.હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદ
ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં ડો.હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદનું દુઃખદ અવસાન થયું છે. સૂત્રોના જણાવ્યા મમજબ, આઝાદ કવિએ પોતાની કારમાં આઠ જુલાઈના રોજ મિત્રો સાથે પાર્ટી કરી હતી. પછી તેઓ ઘરે આવી ગયા હતાં. બીજા દિવસે એટલે કે આજે નવ જુલાઈના રોજ સવારે જ્યારે તેઓ ઉઠ્યા નહીં ત્યારે પરિવારજનો તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં લઈને ગયા હતાં. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. મૂળ બિહારના કવિ કુમાર આઝાદ પોતાના પેરેન્ટ્સ તથા મોટા ભાઈ-ભાભી સાથે મુંબઈમાં રહેતા હતાં. હાલમાં ડો. હાથીના પેરેન્ટ્સ મુંબઈ બહાર એક સંબંધીને ત્યાં લગ્નમાં ગયા છે. તેઓ આવશે પછી જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
Latest Stories