Connect Gujarat
ગુજરાત

દરેક પ્રકારની લોટરી પર 28% GST લાગશે, GST કાઉન્સિલની મીટિંગમાં લેવાયો નિર્ણય

દરેક પ્રકારની લોટરી પર 28% GST લાગશે, GST કાઉન્સિલની મીટિંગમાં લેવાયો નિર્ણય
X

નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 38મી બેઠક યોજાઇ હતી. રેવેન્યૂ સેક્રેટરી એ.બી. પાન્ડેએ કાઉન્સિલની મીટિંગ બાદ કહ્યું કે કે રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી દરેક પ્રકારની લોટરી પર 28 ટકાનો સિંગલ GST રેટ લાગશે. આ રેટ 1 માર્ચ 2020થી લાગૂ થશે.

ઉલ્લેખનીય

છે કે GST કલેક્શનમાં

હાલ સુસ્તી જોવા મળી રહી છે.રેવન્યુ કલેક્શનમાં ઘટાડાના કારણે રાજ્યોને વળતર

ચૂકવવમાં મોડું થઈ રહ્યું છે. જોકે ગત સોમવારે સરકારે GST વળતર અંતર્ગત 35,298 કરોડ રૂપિયા ઈસ્યુ કર્યા છે. આ

રકમ GST લાગુ

કરવાને કારણે રાજ્યોને રેવન્યુમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આપવામાં આવી છે.

GST

અંતર્ગત

રાજ્યોને નવી ટેક્સ પદ્ધતિથી રેવન્યુમાં વાર્ષિક 14 ટકા વધારા કરતા ઓછી વસુલાત થાય તો

રાજ્યોને કેન્દ્ર પાસેથી રેવન્યુ વળતરનો અધિકાર છે. આ વ્યવસ્થા પાંચ વર્ષ માટે

કરવામાં આવી છે. વળતરની રકમ દર બે મહિના બાદ ઈસ્યુ કરવામાં આવે છે. જોકે તે

ઓગસ્ટથી પેન્ડિંગ હતી. તેના કારણે કેન્દ્ર સરકારને જીએસટી વળતરની ચુકવણીમાં મોડું

થવાના મામલે રાજ્યોની ટીકાનો સામનો કરવો પડતો હતો.

Next Story