નર્મદા નદીમાં ભરૂચ થી દહેજ સુધી ખૂંટા લગાડી માછીમારી કરવા પર પ્રતિબંધ

New Update
નર્મદા નદીમાં ભરૂચ થી દહેજ સુધી ખૂંટા લગાડી માછીમારી કરવા પર પ્રતિબંધ

ભરૂચ જિલ્લા અધિક કલેકટરે જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો

નર્મદા નદીમાં ભરૂચથી દહેજ સુધી ખૂંટા લગાડીને માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવવા અધિક જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામુ બહાર પાડયું છે.

ચોમાસાની સિઝનમાં મોટા પ્રમાણમાં હિલ્સા માછલી પ્રજનન માટે દરિયાના પાણીમાંથી ઓછી ખારાશ વાળા નદીના મીઠા પાણી વાળા વિસ્તારમાં આવતી હોય છે. હિલ્સા માછલી જૈવિક લાક્ષણિકતા ધરાવે છે. જે ખુબ ઓછા જળાશયોમાં જોવા મળે છે.

જેથી પ્રતિબંધ અમલમાં હોવા છતાં ઘણાં માછીમારો દ્વારા ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં બોટ તથા યાંત્રીક બોટ દ્વારા માછીમારી કરવામાં આવે છે. પ્રતિબંધની અવગણના કરી નર્મદા નદીના કિનારે આવેલ ગામો કૂકરવાડા, વેરવાડા, વડવા, ભાડભૂત, કાસવા, સમની, મનાડ, મહેગામ, દહેજ, લુવારા, અંભેટા,જાગેશ્વર, સુવા, વેંગણી, કોલીયાદ, કલાદરા વિગેરે ગામોના કિનારા વિસ્તારમાં કેટલાય સ્થળે નદીના અંદરના ભાગમાં માછીમારીની સિઝનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ખૂંટા-ગલાના સ્વરૂપે નાંખવામાં આવે છે.

ચોમાસાની સિઝનમાં મોટા પ્રમાણમાં હિલ્સા માછલી પ્રજનન માટે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હોય છે. જેથી ખૂંટા પધ્ધતિથી થતી માછીમારી હિલ્સા નર-માદા મચ્છીને નર્મદા નદીમાં પ્રવેશતાની સાથે માસકેપ્ચર કરી લેવામાં આવે છે. તેમજ ખૂંટા-ગલાનાં નાખવાના કારણે હોડીઓ પાણીમાં વચ્ચે લગાડેલા ખૂંટાઓમાં જાળો ફસાઇ જવાથી નુકશાન થવા ઉપરાંત હોઈ ઉંધી વળવી અને જાનહાની થવાની સંભાવના છે.

નર્મદા નદીમાં મંડાળા બાંધી ખૂંટા ચોંડી જાળો બાંધવાના અવરોધથી નર્મદામાં અવરજવર કરતી હોડીઓને અડચણ ઉભી થાય છે. તેમજ હોડી જાળમાં ફસાવાના કારણે ડૂબી જવાની, અકસ્માઅત થવાની સાથે જાનહાની થવાની શક્યતાઓ રહેલી છે. નદીમાં મારેલ ખૂંટા ભરતી સમયે પાણીના તળીયાના ભાગે જતાં રહેવાથી દેખાતા બંધ થવાથી મોટી દુર્ધટના થવાનો ભય રહેલો છે. આ તમામ કારણોને ધ્યાનમાં લઈ હાલમાં લોકો હોડીઓની મોટા પ્રમાણમાં અવર-જવર કરતા હોઇ, આ અવર જવર કરતા હોડી,વહાણ કે તેમાં રહેલ કોઈ પણ વ્યકિતને થતી અડચણ નુકશાન અટકાવવા તથા લોકોની જાન કે સલામતીને થતું જોખમ અટકાવવાઅને કાયદો અને વ્યવસ્થા જાળવવા ભરૂચ તાલુકાના ઝનોર થી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈપણ સ્થળે, કોઈપણ પ્રકારના ખૂંટા મારવા પર તા.૨૦/૭/૨૦૧૮થી દિન-૬૦ સુધી પ્રતિબંધ ફરમાવાયો છે. આ હુકમનો અનાદર કરનારને ઇન્ડિયન પીનલ કોડ હેઠળ શિક્ષાપાત્ર ગુન્હાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એક હુકમ દ્વારા જણાવવામાં આવે છે.

Latest Stories