Connect Gujarat
ગુજરાત

નવસારી : આદિવાસીઓનું ભોજન “ઉબાડીયું”, શિયાળામાં લોકોની પહેલી પસંદ

નવસારી : આદિવાસીઓનું ભોજન “ઉબાડીયું”, શિયાળામાં લોકોની પહેલી પસંદ
X

શિયાળાની મોસમમાં લોકો આરોગ્ય પ્રતિ ખુબ

ધ્યાન આપતાં હોય છે ત્યારે આદિવાસી સમાજની આગવી ઓળખ ગણાતા ઉબાડીયાનો સ્વાદ હવે

લોકોની જીભે વળગ્યો છે. હાલ ઠેર ઠેર ઉબાડીયાનું વેચાણ થતું જોવા મળી રહયું છે.

દક્ષિણ ગુજરાતમાં અત્યારે ઉબાડીયાનું વેચાણ કરતી હાટડીઓ તમને જોવા મળશે. ઉબાડીયાને જોતાની સાથેજ મોમાંથી પાણી છૂટી જાય છે.ઉબાડિયું ઠંડી સામે પણ સુરક્ષા કવચ પૂરું પાડે છે.આદિવાસીઓ ઠંડી સામે બચવા ઉબાડીયા નો ઉપયોગ કરતા હતા હવે લોકો ઉબાડીયા આરોગવાના શોખીન બન્યા છે. શિયાળામાં આદિવાસીઓના પ્રિય ખોરાક બનેલું ઉબાડિયું આજે દરેક સમાજે સ્વીકાર્યું છે. વિવિધ શાકભાજી તથા મરી તથા મસાલાને વાટીને એમાં જરૂરી સામગ્રીઓ ભેગી કરીને માટલામાં ભરીને ધીમા તાપે પકવવામાં આવે છે.સવારે અને સાંજ ની ઠંડી સામે આ ઉબાડિયું આરોગતાની સાથે શરીરમાં ગરમાવો આવી જાય છે.

વિકસતા જમાના સાથે ભોજન બનાવવાની આપણી જૂની અસ્સલ પદ્ધતિઓ ભુલાતી જઇ રહી છે ત્યારે આપણા વડવાઓ એ શરુ કરેલ જે દરેક ઋતુઓ માં શું ખાવું અને શું ના ખાવું એ તમામ બાબતો નો ધીમે ધીમે સ્વીકાર થઇ રહ્યો છે. નવસારી તેમજ દક્ષિણ ગુજરાતમાં ઉબાડીયાનો ઉપાડ વધી રહેતા આદિવાસીઓને પણ રોજ્ગારીઓ મળી રહી છે

Next Story