New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-19.jpg)
ભારે વરસાદથી જીલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટી વધવાની શક્યતા
નવસારી જીલ્લામાં છેલ્લા કેટલાંક દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે. તેવામાં ઉપરવાસમાં ભારે વરસાદથી જીલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટી વધવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 26 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ઘોલ, ભાઠા, બીગરી, પોંસરી, દેસરા, વાઘરેચ અને ભેંસલા ગામના લોકોને વધુ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
Latest Stories