Connect Gujarat
ગુજરાત

નેત્રંગ: આડાસબંધની રીશે કરાઇ કરપીણ હત્યા

નેત્રંગ: આડાસબંધની રીશે કરાઇ કરપીણ હત્યા
X

નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે પત્ની સાથેના આડા

સબંધની રીશ રાખી પ્રેમીના માથે પાવડાની મુંદેર મારી તેને મોતને ઘાટ ઉતારી પતિ ફરાર

થયા નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ઘટનાની મળતી વિગત અનુસાર નેત્રંગ તાલુકાના કંબોડીયા

ગામે ખાડી ફળીયામાં રહેતા રાયસીંગભાઈ રૂપસીંગભાઈ વસાવાની પત્ની સાથે આંખમળી જતા નેત્રંગના

જવાહર બજારના ૪૦ વર્ષીય અબ્દુલ રઝાક ઇબ્રાહીમભાઈ કાગઝીને પ્રેમીકા સાથે આડા સબંધ બંધાયા

હતા. જેની જાણ રાયસીંગ વસાવાને થઇ હતી જેની રીશ રાખી અબ્દુલ રઝાક

કાગઝી રાયસીંગ વસાવાને ઘરે આવતા તેણે અબ્દુલ રઝાક કાગઝી ઉપર હૂમલો કરી તેના માથાના

પાછળના ભાગે પાવડાની મુંદેર મારી દેતા અબ્દુલ રઝાક કાગઝી લોહી લૂહાણ થઈ ત્યાંજ ઢળી

પડ્યો હતો અને ગંભીર ઇજાના પગલે સારવાર મળે તે પહેલા જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

બીજી બાજુ હુમલો કરી રાયસીંગ વસાવા ફરાર થઈ ગયો હતો.સમગ્ર મામલાની જાણ નેત્રંગ પોલીસને

થતાં પોલીસે ઘટના સ્થળે ધસી આવી મૃતકની લાસનો કબ્જો મેળવી તેને પી.એમ.અર્થે ખસેડી હત્યારા

રાયસીંગ વસાવાની શોધ આરંભી છે.

Next Story