/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/152.jpg)
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે નેશનલ હાઈવે પરની હોટલોમાં રેડ કરી પાન-મસાલા, બીડી-તમાકુ નો જથ્થો ઝડપી પાડી કુલ ચાર લોકોની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને નેશનલ હાઈવે પરની હોટલોમાં ચાલતી પાન મસાલા તથા કટલરી સામાનની દુકાનોમાં શંકાશ્પદ માલ-સામાનનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે નબીપુર નજીક આવેલ પ્રિન્સ હોટલના કામ્પાઉન્ડમાં ચાલતી પાન-મસાલાની દુકાનમાં રેડ કરી તલાશી લેતા તેમની પાસેથી વિમલ પાન મસાલા તથા અલગ અલગ બનાવટની બીડીનો શંકાસ્પદ જથ્થો કીમત રૂ.૧૫૬૦૦નો મળી આવ્યો હતો.
પોલીસે દુકાનના સંચાલક મૂળ રાજસ્થાનના અને હાલ પ્રિન્સ હોટલ ભરૂચ ખાતે રહેતા મહેન્દ્રકુમાર પ્રતાપરામ રાવલ તથા મો.અબ્દુલ્લાહ ઉર્ફે લક્ષ્મણકુમાર પ્રજાપતિ પાસે શંકાસ્પદ સામાનના બીલ, આધાર, પુરાવા માંગતા તેની પાસે ન હોવાનું બહાર આવતા પોલીસે જથ્થો કબજે કરી બંનેની અટકાયત કરી હતી.
લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાલેજ નજીક આવેલ પંચવટી હોટલમાં પાન છાપો માર્યો હતો. જેમાં દુકાનમાંથી શંકાસ્પદ વિમલ પાન મસાલા તથા બુધાલાલ, મિરાજ તમાકુ અને અલગ અલગ બનાવટની બીડીનો જાતો કીમત રૂ.૩૫૦૦૪નો બીલ આધાર પુરાવા વગર મળી આવ્યો હતો જેના આધારે એલ.સી.બી.એ દુકાનના સંચાલક મૂળ ખેડા જીલ્લાના એવા મુજીબ સિદ્દીક વોરા અને પાટણના રનૂજ ખાતે રહેતા અને હાલ પંચવટી હોટલ ખાતે રહેતા નીતિનકુમાર પ્રવીણભાઈ દરજીની અટકાયત કરી હતી.