પાલેજ - કરજણ વચ્ચે થી ૨૪ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડતી LCB

New Update
પાલેજ - કરજણ વચ્ચે થી ૨૪ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડતી LCB

ટ્રકમાંથી રૂપિયા ૨૪,૫૨,૮૦૦ નો વિદેશી દારૂનો જંગી જ્થ્થો વડોદરા એલ સી બી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ

ભરૂચ ને.હાઇવે નંબર નંબર ૪૮ પર પાલેજ-કરજણ વચ્ચે આવેલી સિંદબાજ હોટલ પર પાર્ક કરેલી એક ટ્રકમાંથી રૂપિયા ૨૪,૫૨,૮૦૦ નો વિદેશી દારૂનો જંગી જ્થ્થો વડોદરા એલ સી બી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય સૌરભ તેલંબિયાનાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન/જુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા અંગે તેમજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત ગાંધીનગરનાઓ તરફથી હાલમાં પ્રોહિબિશન અંગેની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે તારીખ ૨ જુલાઇના રાત્રીના ઇન્ચાર્જ વડોદરા ગ્રામ્ય LCB PI એસ.એ. કરમુર તથા જે ડી સરવૈયા, પો સ ઇ એલ સી બી તથા એલ સી બી ના સ્ટાફના માણસોને સાથે રાખી કરજણ ટોલનાકા પર હાજર હતા.

દરમિયાન બાતમી મળી હતી. કે એક ટ્રક નંબર નંબર AP-29 –U-5719 માં પરપ્રાંતિય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે ભરેલ ટ્રક પાલેજ - કરજણ વચ્ચે આવેલી સિંદબાદ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી છે. જે ચો ચોક્કસ બાતમીના આધારે સિંદબાજ હોટલ ખાતે પાર્કીંગમાં ઉપરોક્ત હકિકતવાળી ટ્રક પાર્ક થયેલ હોય જે ટ્રકમાં કોઇ ડ્રાઇવર કે ક્લિનર જે અન્ય કોઇ ઇસમ છે કે નહીં તે ટ્રકમાં કે આજુબાજુમાં કણાયેલ નહીં જેથી સદર ટ્રકની આજુબાજુમાં છુટાછવાયા ડ્રાઇવર તથા ક્લિનરની વોચમાં ગોઠવાઇ ગયેલ હતા.

બાતમીવાળી ટ્રકમાં પાછળના ભાગે ઉપર દોરડાથી બાંધેલી તાડપત્રી ખોલી તપાસ કરતા અંદર ઉપરના ભાગે પ્લાસ્ટિકની કચરો ભરેલી થેલીઓ તથા જુના કંડમ ફ્રિજના ખોખા તથા પતરાની પેટીઓની આડ નીચે પરપ્રાંતિય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો.

જે ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ ૫૧૧ જેમાં કુલ બોટલ નંગ ૧૮,૭૬૮કિંમત રૂપિયા ૨૪,૫૨,૮૦૦તથા ટ્રકમાં તપાસ કરતા મોબાઇલ ફોન, પતરાની ખાલી પેટી, કંડમ ફ્રિજના ખોખા, પ્લાસ્ટિકની કચરો ભરેલ થેલીઓ, તાડપત્રી, દોરડુ તેમજ ટ્રક મળી કુલ કિંમત રૂપિયા ૩૯,૫૬,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ મથકમાં પ્રોહિબિસનનો કેસ નોંધાવી મુદ્દામાલ લઇ આવનાર તેમજ મોકલનાર તથા મંગાવનારની માહિતી મેળવી તેઓને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories