-- ખેડૂતોના હિતમાં વિરોધ પ્રદર્શનમાં વેડફેલ અનાજ, શાકભાજી બનયા ગરીબોના બે ટંકનો રોટલો
તાજેતરમાં ખેડૂતોના હિતમાં તેમની પડખે રહી કોંગેસે ભાજપ સરકાર વિરૂધ આંદોલનનું રણસિંગુ ફૂંકી વિવિધ સુત્રોચ્ચાર અને દેખાવો યોજવાના કાર્યક્રમો આપ્યા જેમાં એક વાત સૌની આંખે ઉડીને વળગે તેમ સામે આવી છે.
ખેડૂતોની પડખે રહી કોંગ્રેસે કરેલ વિરોધ પ્રદર્શન અને દેખાવોમાં મહામુલુ અનાજ, શાકભાજી અને દૂધ જેવી આવસ્યક જીવન જરૂરી વસ્તુઓ રસ્તા ઉપર ઢોળી તેનો વેડફાટ કરતા ખેડૂતો માટે કરાયેલ આ આંદોલન તેમના માટે કેટલું હિતકારી નિવડે છે તે તો આવનારો સમય જ બતાવશે પણ હાલ તો કોંગ્રેસ દ્વારા કરાયેલ આ વેડફાટના પગલે રસ્તા ઉપર વિરોધ પ્રદર્શનના તુરંત બાદ ઢોળાયેલ અનાજ અને શાકભાજી વિણતા ગરીબોને આ આંદોલન થકી ઘી-કેળા થયા હોઇ એમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આમ વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ માત્ર ખેડૂતોની હામી બની છે, પણ જો આજ વિરોધ માટે વેડફેલ અનાજ, શાકભાજી, દૂધ ને જો ગરીબોમાં વહેંચે તો કેટલાય પરિવારો એક ટંક શાંતી થી પેટનો ખાડો પુરી શકે તો આગામી દિવસોમાં જગતનો તાત ખેડૂત ની સાથે સાથે ગરીબ વર્ગ પણ કોંગ્રેસના જનહિતના કાર્યક્ર્મોમાં સહભાગી બની કોંગ્રેસનો વિરોધ સરકાર સુધી લઈ જશે.