ભરૂચ GIDCની કંપનીમાંથી ઝડપાયું ૭ કરોડનું મેફ્રેડ્રોન ડ્રગ્સ

New Update
ભરૂચ GIDCની કંપનીમાંથી ઝડપાયું ૭ કરોડનું મેફ્રેડ્રોન ડ્રગ્સ

DRI એ દરોડો પાડી ડ્રગ્સનો ૪ કીલો ૬૦૦ ગ્રામનો જથ્થો કબ્જે કર્યો.

ડ્રગ્સ કયા6થી આવ્યું અને કયાં મોકલવાનું હતુંની શરૂ કરાઇ તપાસ

ભરૂચ GIDCની એકસ કંપનીમાંથી અમદાવાદ DRIએ તેમને મળેલ બાતમીના આધારે દરોડો પાડતા કંપનીમાંથી ૪ કીલો ૬૦૦ ગ્રામ મેફ્રેડ્રોન નામના ડ્રગ્સનો સફેદ પાવડર પકડી પાડ્યો છે.આ ઉપરાંત DRIએ આ કંપનીના માલિકના ઘરે દરોડો પાડતા ઘરમાં રાખેલ દોઢ કીલો મ્યાઉ મ્યાઉ નામનું મેફાથોફીન નામનું ડ્રગ્સ પણ કબ્જે કર્યું હતું. આમ અમદાવાદ DRIએ કુલ ૭ કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગસ કંપનીમાંથી તેમજ તેના માલિકના ઘરેથી કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સ ઝડપાયાની પ્રાપ્ત વિગત અનુસાર તપાસમાં કેટલાક ડ્રગ્સ માફિયાઓની સિન્ડીકેટ મળી હોવાથી તપાસ ગુપ્ત રાખવામાં આવી છે.હાલમાં પકડાયેલ આરોપી કોણ છે અને તેની ફેક્ટરી કયાં છે તેની માહિતી જાહેર કરાઇ નથી. સુત્રો પાસે મળતી વિગત મુજબ પકડાયેલ ડ્રગ્સ મુંબઈના દરિયાઇ માર્ગેથી વિદેશ મોકલવાનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચ જીઆઇડીસીમાં ફેકટરી ધરાવતા અને ત્યાં નજીકમાં જ રહેતા વ્યક્તિને ત્યાં ડ્રગ્સ આવ્યું હોવાની બાતમી DRI ને મળી હતી. જેના પગલે ભરૂચમાં રહેતા વ્યક્તિના ઘરે પહેલા દરોડા પાડતા મેફાથોફીન નામનું મ્યાઉં-મ્યાઉં ડ્રગ્સ દોઢ કીલો મળી આવ્યું હતું. આ વેપારીની ભરૂચ GIDCમાં આવેલ ફેકટરીમાં તપાસ હાથધરતા ત્યાંથી પણ ૪ કીલો અને ૬૦૦ ગ્રામ સફેદ પાવડર મળી આવ્યો હતો. જેને FSLમાં તપાસાવતા તે મેફ્રેડ્રોન ડ્રગ્સ સફેદ પાવડરના રૂપમાં હોવાનું બહાર આવ્યું હતું.

આ બંન્ને ડ્ર્ગ્સની બજાર કિંમત રૂપિયા ૭ કરોડની ગણવામાં આવી રહી છે. મ્યાઉં-મ્યાઉં ડ્ર્ગ્સનો આફ્રિકા અને યુરોપમાં વધુ ઉપયોગ થાય છે એટલે DRI દ્વારા આ ડ્રગ્સ કયાંથી આવ્યું અને કયાં મોકલવાનું હતું તેની તપાસ હાથધરવામાં આવી છે.

Latest Stories