/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/01.jpg)
નવા પ્રમુખપદે લોપા મુદ્રા પટેલની નિયુક્તિ થઇ
ભરૂચ સ્થિત રોટરી ક્લબની મહિલા પાંખ ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના ૨૦૧૭-૧૮ના પ્રમુખની વિશિષ્ટ કામગીરી કરવા બદલ ૧૪ જેટલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ કાળ દરમિયાન ફિરોઝાબેન લાકડાવાલાએ વિવિધ પ્રકારની સામાજિક તેમજ સંસ્થાકીય પ્રવૃત્તિ કરી સમાજમાં એક આગવી ઓળખ છતી કરવામાં સફળ રહ્યા હતા.
ફિરોઝાબેને કરેલ સેવાકીય કામગીરીથી પ્રભાવિત થઈ ઇનર વ્હીલ ક્લબે સાપુતારા ખાતે યોજાયેલ ડિસ્ટ્રીકટ એવોર્ડ ફંકશનમાં તેમને ૧૪ એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ પ્રેસિડન્ટ ગોલ્ડન ક્લબ, એક્ટિવ સેક્રેટરી જાસ્મીન મોદી, એક્ટિવ એડિટર રીઝવાના જમીનદાર એવોર્ડ, બેસ્ટ મેડિકલ એવોર્ડ, લિટરેસી, હોસ્ટ ક્લબ એવોર્ડ, ઇમેજ બિલ્ડીંગ એવોર્ડ, પાર્ટીસિયસન ઈન ઓલ ડિસ્ટ્રીકટ એન્ડ એસોસિએશન, ઇમેજ બિલ્ડીંગ, એડલ્ટ એજ્યુકેશન, હેપ્પી સ્કુલ, બેક ટુ ચિલ્ડ્રન જોઈન્ટ પ્રોજેક્ટસ વિથ અધર એનજીઓ, થેલીસેમિયા તેમજ સુબાલા નામના વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
વર્તમાન પ્રમુખ ફિરોઝાબેને પ્રમુખ ઈન્સ્ટોલેશન સેરેમનીમાં ક્લબના નવા વરાયેલા પ્રમુખ લોપા મુદ્રા પટેલને પિન પહેરાવી પદભાર સોંપી શુભેચ્છા પાઠવી હતી.