/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/21155537/maxresdefault-265.jpg)
ભરૂચ શહેર તથા જીલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ વધી રહયાં છે ત્યારે કન્ટેમેન્ટ એરિયામાં નિયમોનો અમલ થતો ન હોવાની ફરિયાદ ઉઠી છે. કન્ટેમેન્ટ વિસ્તારમાંથી લોકો બિન્દાસ્ત રીતે બહાર હરી ફરી રહયાં હોવાના વિડીયો સામે આવી રહયાં છે.
કોરોના વાયરસની મહામારી અંગે જાહેર કરાયેલી ગાઇડલાઇન મુજબ જે વિસ્તારમાંથી કોરોનાનો પોઝીટીવ દર્દી મળી આવે તે વિસ્તારને કન્ટેન્મેેન્ટ એરિયા જાહેર કરી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. કોરોના વાયરસના પ્રથમ તબકકામાં આ જાહેરનામાનો પોલીસે ચુસ્ત અમલ કરાવ્યો હતો પણ હવે કોરોના વાયરસના વધી રહેલાં દર્દીઓ સામે તંત્રએ પણ હથિયાર હેઠા મુકી દીધાં હોય તેમ લાગી રહયું છે. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર કરાયેલાં કન્ટેમેન્ટ એરિયામાંથી લોકો બિન્દાસ્ત અવરજવર કરી રહયાં હોય તેવા વિડીયો સામે આવી રહયાં છે. નગર સેવક મનહર પરમારે જણાવ્યું હતું અ હાલમાં જે પ્રકારે કન્ટેન્મેન્ટ એરિયાને સીલ કરવામાં આવી રહયાં છે તે જોતાં માત્ર કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા કામગીરી થતી હોય તેમ લાગે છે.
ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા એ જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર કોરોના દર્દીઓ મળી આવે તે વિસ્તારને કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરે છે અને તેમાંથી કોઇ વ્યકતિ બહાર ન નીકળે તે જોવાની જવાબદારી નગરપાલિકાની નહિ પણ પોલીસ વિભાગની છે તેથી પોલીસે જાહેરનામાનો સખતાઇથી અમલ કરાવવો જોઇએ.