ભરૂચ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજયો.

New Update
ભરૂચ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજયો.

ભરૂચની સામાજિક સંસ્થામાં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ,નવેઠા અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, દ્વ્રારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના ચાલતાં તાલીમ વર્ગનો ગુરુવારના રોજ નીલકંઠ ઉપવન ખાતે રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં સમાપન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમાર, નરેશ ઠક્કર, દિવ્યેશ પટેલ, ધર્મેશ પરમાર, શ્યામુ પાંડોર, મારુતિસિંહ અટોદરિયા, જગદીશ પરમાર સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તાલીમાર્થીઓએ લીધેલી એક મહિનાની ટ્રેનિંગના પોતાના અનુભવો પણ કહી ખરા અર્થમાં આ સમાજમાં આવું સુંદર કાર્ય કરતી સંસ્થાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો

Latest Stories