/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/IMG_9506.jpg)
ભરૂચ જિલ્લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના ૩,૯૨,૭૧૦ બાળકોને ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે
ભારત સરકાર ધ્વારા વર્ષ-૨૦૨૦ સુધીમાં ઓરી નાબુદ કરવા તથા રૂબેલા/જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ પર નિયંત્રણ મેળવવા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજ્યમાં મીઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લામાં આ અભિયાન ૧૬ જુલાઇ - ૨૦૧૮ થી શરૂ થશે જેમાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવશે.
ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, આરોગ્ય શાખા જિલ્લા પંચાયત – ભરૂચ ધ્વારા જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, એક રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ ઓરી અને રૂબેલા સામે સુરક્ષા પુરી પાડવા માટે ઓરી – રૂબેલા (એમ. આર.)ની એક રસી શાળાઓ અને આઉટ રીચમાં આપવામાં આવશે. ૧૬ મી જુલાઇ - ૨૦૧૮ થી સમગ્ર રાજ્યમાં તથા ભરૂચ જિલ્લામાં શરૂ થનારા આ અભિયાનમાં જિલ્લાના ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના વયજૂથના બાળકોને આ રસી મુકવામાં આવશે.
ઓરી રોગની નાબુદી અને રૂબેલાને નિયંત્રિત કરવા માટે ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના બાળકોને રસી આપવી અત્યંત આવશ્યક છે. તેમણે પત્રકારમિત્રોને સમક્ષ ઓરી – રસીકરણ અભિયાનની માહિતી આપના માધ્યમ ધ્વારા લોકો સુધી પહોîચે તેવી આશા વ્યક્ત કરી હતી.
ઓરી એક જીવલેણ રોગ છે જે વાઇરસ ધ્વારા ફેલાય છે. બાળકોમાં ઓરીને લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યુ થઇ શકે છે. રૂબેલા એક ચેપી રોગ છે. જે વાઇરસ ધ્વારા ફેલાય છે. તેના લક્ષણ ઓરી રોગ જેવા જ હોઇ શકે છે. તે છોકરો અને છોકરી બન્નેને ચેપગ્રસ્ત બનાવી શકે છે. જા કોઇ સ્ત્રી ગર્ભાવસ્થાના આરંભિક તબક્કામાં તેનાથી ચેપગ્રસ્ત બને તો કંજેનિટલ રૂબેલા સિન્ડ્રોમ(સી.આર.સી.) થઇ શકે છે. જે તેના ગર્ભ અને નવજાત શીશુ માટે ઘાતક સાબિત થઇ શકે છે.
૧૬ જુલાઇથી પાંચ અઠવાડિયા માટેના ઓરી – રૂબેલા રસીકરણ અભિયાનમાં ભરૂચ જિલ્લામાં ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના કુલ- ૩૯૨૭૧૦(સરકારી,ખાનગી, મદરેસા, નિવાસી, કેન્દ્રિય વિદ્યાલય, માનસીક તથા દિવ્યાંગ શાળાઓ સહિતની) શાળાએ જતા તથા ન જતા બાળકોને આવરી લેવામાં આવનાર છે. સદર કામગીરી પૂર્ણ કરવા માટે ૨૦૦૬ વેકસીન સેશન શાળામાં, ૧૫૦૭ સેશન આંગણવાડીમાં, ૫૪ સેશન દુર્ગમ વિસ્તારમાં તથા આરોગ્ય સેવાઓ હેઠળની સરકારી સંસ્થાઓના ૫૧૬ સેશન મળી કુલ-૪૦૮૩ સેશનનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં બે અઠવાડિયા સ્કુલમાં, બે અઠવાડિયા આંગણવાડીમાં તથા છેલ્લા અઠવાડિયામાં બાકી રહી ગયેલા તથા છુટી ગયેલા બાળકોને આવરી લેવા માટે કામગીરી કરવામાં આવશે. ઓરી અને રૂબેલાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર થતી નથી. બાળકોને આ રસી યોગ્ય લાયકાત ધરાવતા આરોગ્ય કાર્યકર ધ્વારા આપવામાં આવશે.
આ મહાઅભિયાન અંગેની કામગીરી જિલ્લાના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિત અન્ય વિભાગોના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે. આપણા ગામની શાળા - આંગણવાડીમાં - આરોગ્ય કેન્દ્રમાં જ્યારે ઓરી અને રૂબેલા રસીકરણનો કાર્યક્રમ જે દિવસે આવે ત્યારે આ કામગીરીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપવા તથા જિલ્લાનું એક પણ બાળક આ રસીથી વંચિત ન રહે તે માટે જરૂરી સહયોગ આપવા જિલ્લાની પ્રજાને જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા નમ્ર અપીલ કરાઇ હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વી.એસ.ત્રિપાઠીએ ભારતના ૧૬ રાજ્યમાં આ અભિયાન સફળતાપૂર્વક પાર પડ્યું છે. ગુજરાતમાં આ અભિયાનને સો ટકા સફળતા મળે તે ધ્યેય છે તેમ જણાવી તેમણે આ અભિયાન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ ધ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતે માહિતી આપી હતી. તેમણે પત્રકારો ધ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પત્રકાર પરિષદમાં WHOના પ્રતિનિધિ ડૉ. રાહુલ પરમારે ઓરી–રૂબેલા રસીકરણ અભિયાનનું પ્રેઝન્ટેશન ધ્વારા જરૂરી સમજૂતી પુરી પાડી હતી.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય વિભાગના ડૉ. અનિલ વસાવા, ડૉ. નિલેશ પટેલ, નાયબ માહિતી નિયામક બી.સી.વસાવા સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.