/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/12-5.jpg)
મહિન્દ્ર પીકઅપ વાન મળી કુલ કીમત રૂ.૧૨૨૩૪૦ નો મુદ્દા માલ કબજે
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન લોખંડના નાના મોટા બોલ્ટ, એસ-એસ ના ટુકડા તથા કોપર વાયરો સાથે એક પીકઅપ વાનને ઝડપી પાડી એક શખ્સની અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જોલવા ગામ પાસેથી પસાર થતી પીકઅપ ગાડી ન.જીજે-૧૬-ઝેડ-૯૧૦૩ને શંકાના આધારે અટકાવી હતી. પોલીસે પીકઅપ વાનની તલાશી લેતા તેમાંથી લોખંડના નાના-મોટા બોલ્ટ, એસ-એસના ટુકડા તથા કોપરના વાયર મળી આવ્યા હતા. જે અંગે મૂળ જારખંડના સાહેબગન્જના અને હાલ જોલવા ખાતે રહેતા પીકઅપ વાનના માલિક હઝરત સિકંદર અન્સારીની પુછતાછ કરતા શંકાસ્પદ સમાનના કોઈ બીલ કે આધાર, પુરાવા મળી આવ્યા ન હતા.
જેના આધારે પોલીસે કોપર વાયર, એસ-એસના બોલ્ટ અને લોખંડના બોલ્ટ મળી કુલ રૂ.૨૨૩૪૦ તથા મહિન્દ્ર પીકઅપ વાન મળી કુલ કીમત રૂ.૧૨૨૩૪૦ નો મુદ્દા માલ કબજે લઇ હઝરત સિકંદર અન્સારીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.