ભરૂચ પારખેત અને ટંકારીયા વચ્ચે ઇકો અને રીક્ષા વચ્ચે અકસ્માત

New Update
ભરૂચ પારખેત અને ટંકારીયા વચ્ચે ઇકો અને રીક્ષા વચ્ચે અકસ્માત
  • ૧નું મોત,૨ ઘાયલ

ભરૂચ તાલુકાના પારખેત અને ટંકારીયા ગામ વચ્ચેના રોડ ઉપર ઇકો કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક માસુમ બાળકી મોતને ભેટી હતી જયારે અન્ય લોકો ઇજાગ્ર્સત બનતા તેમને સારવાર અર્થે ભરૂચની હોસ્પીટલમાં ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ તાલુકાના ટંકારીયા ગામ નજીક ભરૂકહ જવાના રસ્તા ઉપર ઇકો અને ઓટોરીક્ષા વચ્ચે સર્જાયેલ અકમાતમાં ટંકારીયાના માજી સરપંચ ઇકબાલ કબીરના પુત્ર મોહસીન રીક્ષા નં.(GJ-16-Y-2913)લઈને પરિવાર સાથે ભરૂચ તરફ તા.૯મીની સાંજે ૭ કલાકની આસપાસ જઈ રહ્યા હતા. દરમિયાન બહ્રૂચ તરફથી પુર ઝડપે આવતી ઇકો કાર સાથે ઘડાકાભેર અઠડાઇ જતા અકસ્માત સર્જાવા પામ્યો હતો.

આ અકસ્માતમાં ૬ વર્ષીય માસુમ આશીયાનાબાનુ મોહસીન કબીરનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે આસપાસના ગામના લોકો દોડી આવ્યા હતા. જેમણે મોહસીન તથા તેની માતા યાસ્મિનબેનને ઇજાઓ પહોંચતા ભરૂચની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ઘટનાની જાણ પાલેજ પોલિસને કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતક આશીયાનાબાનુંની લાસને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પારખેત અને ટંકારીયા વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં એક માસુમે જીવ ગુમાવતા ટંકારીયા ગામે અરેરાટી સાથે ગમગીની છવાઇ હતી.

Latest Stories