Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી ઇમારતોને રંગબેરંગી રોશનીથી સજાવાઈ

ભરૂચ : પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી ઇમારતોને રંગબેરંગી રોશનીથી સજાવાઈ
X

26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસને ભારતનો રાષ્ટ્રીય તહેવાર તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ઇ.સ. 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતું, ત્યારથી જ ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો છે. સમગ્ર ભારતમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.

ભરૂચ જીલ્લામાં પણ

26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

કરવામાં આવે છે. વહેલી સવારથી જ શાળામાં ધ્વજવંદન સહિત દેશભક્તિના વિવિધ

સાંસ્ક્રુતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે શહેરની સરકારી ઇમારતો, કચેરીઓને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવે છે. ભરૂચની કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલય શંકુલ, નગરપાલિકા કચેરી, જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠી છે, ત્યારે સરકારી કચેરીઓને દુલ્હનની જેમ રંગબેરંગી રોશનીથી સજાવતા શહેરના

લોકો પણ રંગીન રોશનીઓના શણગારને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા.

Next Story